વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં વહુ સાથે બોલાચાલી થતા સાસુએ ઝેરી દવા પીધી..!


SHARE









મોરબીમાં વહુ સાથે બોલાચાલી થતા સાસુએ ઝેરી દવા પીધી..!

મોરબીમાં રહેતી મહિલાને તેમની વહુ સાથે બોલાચાલી થયેલ હતી તે વાતનું મનમાં લાગી આવવાથી આધેડ મહીલાએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેઓના પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઘુંટુ ગામે વાડી વિસ્તારમાં મોનોકોટો નામની ઝેરી દવા પી લેતા નીરૂબેન રમેશભાઈ ખાંભળીયા જાતે કોળી (ઉમર ૫૦) રહે. ગાયત્રી નગર વાવડી રોડ મોરબી વાળાઓને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓને વધુ સારવાર માટે મોરબીની જ મંગલમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તાલુકા પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરાએ તપાસ કરી હતી અને તેમાં ખુલ્યું હતું કે નીરૂબેનને તેમના વહુ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જે વાતનું મનોમન લાગી આવતા તેઓએ ઉપરોક્ત પગલું ભર્યુ હતું.હાલ તેઓ સારવાર હેઠળ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદ તાલુકાના રાણકપર ગામે રહેતો જયંતિ રસિકભાઈ વિંધાણી નામનો ૨૦ વર્ષનો યુવાન ચરાડવા ગામ પાસે આવેલ કેટી મીલ પાસેથી તેનું મોટરસાયકલ લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું મોટરસાયકલ સ્લીપ થઈ જવાથી માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રહેવાસી ધર્મેન્દ્રભાઈ ભીમજીભાઇ મકવાણા નામનો ૩૮ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ગઈકાલે સાંજના આઠેક વાગ્યે આરસામાં અજાણ્યા ટ્રક ચાલકે તેના બાઈકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રભાઈ મકવાણાને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા સુમિત જીવણભાઈ દેગામા નામના ૨૮ વર્ષના યુવાનને લજાઇ ગામમાં મારામારીના બનાવમાં ઈજાઓ થતાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે સુરેન્દ્રનગરના મુળી તાલુકાના સરા ગામે રહેતા ગિરધરભાઈ લક્ષ્મણભાઈ ટાંક નામના ૫૫ વર્ષીય આધેડને સરા ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતાં તેઓને પણ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.




Latest News