વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૦૦ MBBS સીટની મેડીકલ કોલેજ મળતા પ્રધાનમંત્રી-મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓનો આભાર: ભાજપ


SHARE









મોરબીમાં ૧૦૦ MBBS સીટની મેડીકલ કોલેજ મળતા પ્રધાનમંત્રી-મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓનો આભાર: ભાજપ

મોરબી જીલ્લામાં જે પ્રકારની મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવી હતી તે મુજબની ૧૦૦ એમ.બી.બી.એસ. સીટની સરકારી મેડીકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી મળી છે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ, રાજ્યના મંત્રી અને સાંસદે પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરેલ છે અને આ મેડીકલ કોલેજ વર્ષ ૨૦૨૨-૨૩ ના શૈક્ષણિક સત્રથી જ શરૂ કરવામાં આવશે

મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજય સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને મળીને મોરબી જીલ્લાને સરકારી મેડીકલ કોલેજ મળે તે માટેની રજૂઆતો કરવામાં આવી હતી જેના ભાગરૂપે તા. ૧૭/૮ ના રોજ નેશનલ મેડીકલ કમીશન, મેડીકલ એસેસ્મેન્ટ એન્ડ રેટીંગ બોર્ડ (M.A.R.B.) દ્વારા ૧૦૦ એમ.બી.બી.એસ. સીટોની સરકારી મેડીકલ કોલેજની શરૂ કરવા માટેની મંજુરી આપવામાં આવેલ છે.

મોરબી જીલ્લાની પ્રજાને અગાઉ કોંગ્રેસ દ્વારા મેડીકલ કોલેજ બાબતે ગુમરાહ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા જો કે, દુર્લભજીભાઈ દેથરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને મંત્રી તેમજ મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા દ્વારા કોંગ્રેસનાં તે કૃત્યની આલોચના કરવામાં આવી હતી અને ભાજપની ટીમે જે કહ્યું હતું તે કરીને બતાવ્યુ છે અને સરકારી મેડીકલ કોલેજ શરૂ થવા જય રહી છે ત્યારે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને જીલ્લાની પ્રજાને તમામ સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોચે તેના માટેના હરહંમેશ પ્રયાસો કરવામાં આવ્યા છે અને આવ્યા છે તેવું જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યુ છે અને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહિતનાઓનો આભાર પણ વ્યક્ત કરેલ છે




Latest News