વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ચોવીસી પંથકમાં અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લેતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ


SHARE









મોરબીના આમરણ ચોવીસી પંથકમાં અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લેતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ મોરબી તાલુકાનાં આમરણ ચોવીસી વિસ્તારના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. હાલમાં વર્ષાઋતુ દરમ્યાન મેઘરાજાએ ગુજરાત પર ખૂબ મહેર કરી છે. અને ઘણા વિસ્તારોમાં ભારે/અનરાધાર વરસાદના પગલે કૃષિમાં પણ નુકશાન થયું છે. જે અન્વયે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ભીમકટા, માણામોરા, કોઠારીયા, દુધઈ તેમજ મોરબીના આમરણ, બેલા(આ), ઉટબેટ સામપર, ફડસર, ઝીંઝોડા, રાજપર, નવા ખારચીયા તેમજ રામનગર ગામની મુલાકાત લીધી હતી. આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ કુદરતી આપત્તિ સમયે સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઊભી છે. વધુમાં મંત્રીએ ત્યાંની પરિસ્થિતીની સમીક્ષા કરી ખેડૂતો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ તકે મંત્રી સાથે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા,  મોરબી ખેતીવાડી અધિકારી ડૉ. વિક્રમસિંહ ચૌહાણ તથા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




Latest News