મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના તમામ તાલુકા તા. ૨૭ થી ૪ સુધી કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ અન્વયે સ્પર્ધાઓ યોજાશે


SHARE









મોરબી જિલ્લાના તમામ તાલુકા તા. ૨૭ થી ૪ સુધી કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ અન્વયે સ્પર્ધાઓ યોજાશે

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી મોરબી દ્વારા સંચાલિત તાલુકા કક્ષા યુવા ઉત્સવ અને તાલુકા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.

માળિયા (મી) તાલુકામાં તા.૨૭ ના રોજ મોડેલ સ્કૂલ મોટી બરાર, માળિયા, હળવદ તાલુકામાં તા.૨૮ ના રોજ તક્ષશિલા વિદ્યાલય હળવદ,  મોરબી તાલુકામાં તા.૩૧ ના રોજ પી. જી. પટેલ કોલેજ મોરબી, વાંકાનેરમાં તા.૩/૯ ના રોજ એલ.કે. સંઘવી સ્કૂલ વાંકાનેર, ટંકારામાં તા.૪/૯ ના રોજ નાલંદા વિદ્યાલય વિરપર ખાતે સ્પર્ધાઓ યોજશે અને તમામ સ્થળોએ સ્પર્ધકો માટેનો રિપોર્ટિંગ ટાઈમ સવારે ૮:૦૦ કલાક છે. જેમાં નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ સ્પર્ધકને પોતાની સ્કૂલમાંથી આપવામાં આવશે. તો ઉપરોક્ત સ્થળ તથા તારીખે તમામ સ્પર્ધકોએ હાજર રહેવા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.  




Latest News