મોરબી જિલ્લાના તમામ તાલુકા તા. ૨૭ થી ૪ સુધી કલા મહાકુંભ તથા યુવા ઉત્સવ અન્વયે સ્પર્ધાઓ યોજાશે
સુફિયાણી સલાહ !: વાંકાનેરમાં ગણેશોત્સવ-નવરાત્રી માટે મેદાનની માંગણી કરનારા તમામ સજોડે કાર્યક્રમ કરો
SHARE
સુફિયાણી સલાહ !: વાંકાનેરમાં ગણેશોત્સવ-નવરાત્રી માટે મેદાનની માંગણી કરનારા તમામ સજોડે કાર્યક્રમ કરો
વાંકાનેરમાં હાલમાં ગણેશોત્સવ અને નવરાત્રી માટે મેદાનનો મુદો ચર્ચા સ્પદ બનેલ છે અને વર્ષોથી જે જગ્યાને ટોકન ભાડેથી આપવામાં આવતી હતી તેની હરરાજી કરવામાં માટેની કવાયત કરવામાં આવી રહી છે જેથી કરીને ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશઉત્સવ તથા નવરાત્રી ઉત્સવ માટેના કાયમી મેદાનને ટોકન ભાડે આપવા માટેની માંગ સાથે સોમવારથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અધિકારી દ્વારા મેદાનની માંગણી કરનાર ત્રણેય પાર્ટીને બોલાવીને સજોડે આયોજન કરવા માટેની સુફિયાણી સલાહ આપવામાં આવી છે
વાંકાનેર પાલિકા ન માત્ર મોરબી જીલ્લામાં પરંતુ ગુજરાતમાં અનોખી અને વિવાદાસ્પદ પાલિકા છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, ભાજપની સામે બળવો કરીને ભાજપના સભ્યો દ્વારા અપક્ષ પ્રમુખ, ઉપપ્રમુખને ચુંટી કાઢવામાં આવ્યા હતા ત્યારથી વાંકાનેર પાલિકા ભાજપને કણાની જેમ ખૂંચતી હતી અને આ પાલિકાને થોડા સમય પહેલા સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવી છે ત્યાર બાદ નાગાબાવાની જગ્યા પાસે લોકમેળાનું આયોજન કરવામાં આવતું હતુ તે મેદાનને હરરાજી કરીને આપવામાં આવ્યું હતું જેનાથી પાલિકાની તિજોરીમાં ૧૧.૫૦ લાખની આવક થયેલ છે ત્યારે આવી જ રીતે હવે ગણેશ ઉત્સવ તથા નવરાત્રી ઉત્સવનું આયોજન થાય તે માટે મેદાન હરરાજી કરીને આપવા માટેનો પ્લાન કરવામાં આવ્યો છે
જો કે, જીતુભાઈ સોમાણીના કહેવા મુજબ વાંકાનેર પાલિકાને સુપર સીડ કરવામાં આવી તે પહેલા ગત તા. ૩૦-૭ ના જનરલ બોર્ડની બેઠક હતી તેમા જન્માષ્ટમી, ગણેશઉત્સવ અને નવરાત્રી માટે શાખાનું ગ્રાઉન્ડ ધાર્મિક હેતુ માટે માગ્યું હતું અને ૫૦૦૦ ના ટોકન ભાવે સર્વાનુમતે તે મંજુર કરવામાં આવ્યું હતું પણ હવે આ મેદાનની હરરાજી કરવા માટે પાલિકાના વહીવટદાર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે આ મેદાન માટે જેના દ્વારા માંગણી કરવામાં આવી છે તે જીતુભાઈ સોમાણી, દીવાનપરા ગરબી મિત્રમંડળ અને મેહુલભાઈ ઠાકરાણીની હાજરીમાં પાલિકાના વહીવટદાર દ્વારા મિટિંગ રાખવામા આવી હતી
જે મિટિંગમાં ભાજપના આગેવાન જીતુભાઇ સોમાણી સોમવારે સવારથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલ હોવાથી તે મિટિંગમાં હાજર રહ્યા ન હતા જો કે, તેના ચાર પ્રતિનિધિ મિટિંગમાં હાજર રહ્યા હતા ત્યારે મેદાન માટે માંગણી કરનાર ત્રણેય પાર્ટીને સંયુક્ત રીતે ગણેશોત્સવ અને નવરાત્રીનું આયોજન કરવામાં માટેની અધિકારી દ્વારા સુફિયાણી સલાહ આપવામાં આવી છે જો કે, આખા ગુજરાતમાં રાજકોટ સહિત જેટલી પણ જગ્યાએ ગણેશોત્સવ અને નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે ત્યાં કોઈપણ જગ્યાએ મેદાન હરરાજી કરીને આપવામાં આવતા નથી તો પછી વાંકાનેરમાં હરરાજી માટેનો તખ્તો ગોઠવીને શા માટે જે શક્ય જ નથી તેવી સુફિયાણી સલાહ અધિકારી દ્વારા આગેવાનોને આપવામાં આવી રહી છે તે સમજતું નથી વધુમાં મળતી માહિતી મુજબ વર્ષોથી જે મેદાન માત્ર ૫૦૦૦ ના ટોકન ભાડે આપવામાં અત્યાર સુધી આપવામાં આવતું હતું તે હવે દૈનિક ૨૦૦૦ ના ભાડા લેખે આપવામાં આવે તેવી શ્ક્યતા છે