મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

જાગતે રહો: મોરબીના રવાપર રોડે મકાનમાંથી ૧.૭૫ લાખ રોકડા, દાગીના અને મહિલાના ૨૫ જોડી કપડાની ચોરી


SHARE









જાગતે રહો: મોરબીના રવાપર રોડે મકાનમાંથી ૧.૭૫ લાખ રોકડા, દાગીના અને મહિલાના ૨૫ જોડી કપડાની ચોરી

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા વાળી શેરીમાં રહેતો યુવાન જન્માષ્ટમી પર્વ ઉપર પોતાના સાસરાના ઘરે ગયો હતો અને તેનું ઘર બંધ હતું દરમિયાન તસ્કરે તેના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી રોકડા રૂપિયા, સોનાની બુટી અને ૨૫ જોડી જેટલા મહિલાના કપડા સહિત કુલ મળીને અઢી લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો છે જેથી આ બનાવની ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી હતી જો કે, હજુ સુધી આ બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે મહાવીર ચશ્મા ઘર નામની દુકાન ધરાવતા અને રવાપર રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા વાળી શેરીમાં રહેતા સંજયભાઈ ભોગીલાલભાઈ વોરા જન્માષ્ટમી ઉપર રજાઓ હોવાથી બહારગામ ગયા હતા જેથી કરીને તેઓનું ઘર બંધ હતું અને રવિવારે રાત્રિના એકાદ વાગ્યે તેઓ પોતાના ઘરે પરત પહોંચ્યા ત્યારે તેઓના ઘરના દરવાજા ખુલ્લા હતા અને તાળા તૂટેલા હતા જેથી કરીને તેઓએ તાત્કાલિક ૧૦૦ નંબર ઉપર ફોન કરીને તેઓના ઘરની અંદર ચોરી થઈ હોવાની પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તેના ઘરની અંદરથી તસ્કરો રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયા છે

હાલમાં ઘરધણી સંજયભાઈ વોરા સાથે વાત કરતા તેઓ પાસેથી જાણવા મળ્યું હતું કે તેઓ સાતમ આઠમની રજા હોવાથી સુરેન્દ્રનગરમાં રહેતા તેઓના સસરાના ઘરે ગયા હતા જેથી કરીને તેમનું ઘર બંધ હતું અને તેમના બંધ ઘરને તસ્કરે નિશાન બનાવીને તેના ઘરના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેઓના ઘરમાં તેઓની પત્ની, માતા તેમજ સંતાનની બચતની રકમના કુલ મળીને ૧.૭૫ લાખ રૂપિયા તેમજ અંદાજે ૫૦૦૦૦ રૂપિયાની કિંમતની સોનાની બુટી, મહિલાના ૨૫ જોડી કપડા અને એક મોબાઇલ ફોન આમ કુલ મળીને અઢી લાખ રૂપિયાની કિંમતમાં મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી તેઓએ રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં પોલીસને જાણ કરી હતી તો પણ સોમવારે સાંજના આઠ વાગ્યા સુધી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની કોઈ ફરિયાદ નોંધાયેલ નથી




Latest News