મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા
Breaking news
Morbi Today

રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં તલાટીઓની હડતાલ સમેટાઇઃ પાંચ પૈકીના ત્રણ માંગણી સંતોષાયી


SHARE









રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં તલાટીઓની હડતાલ સમેટાઇઃ પાંચ પૈકીના ત્રણ માંગણી સંતોષાયી

છેલ્લા ઘણા દિવસોથી તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર હતા જેથી કરીને ગામે ગામે લોકોના કામો ખોરવાઈ ગયા હતા જેથી કરીને આજે  મોરબી માળીયાના ધારસભ્ય અને પંચાયત મંત્રીની હાજરીમાં મિટીંગ ગાંધીનગરમાં હતી જેમા પાંચ પૈકીના ત્રણ પ્રશ્નો ઉકેલાઇ જતા હડતાળનુો સુખદ અંત આવ્યો છે

મોરબી જીલ્લા સહિત ગુજરાતની ગ્રામ પંચાયતમાં કામ કરતા તલાટીઓના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવ્યા ન હતા જેથી કરીને રાજ્યના તલાટી મંડળ દ્વારા કરવામાં આવેલ હડતાલના કારણે ગામડામાં લોકોના કામો અટકી ગયા હતા જેથી પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હાજરીમાં રાજ્ય તલાટી મંડળના હોદેદારોની મિટીંગ યોજાઇ હતી જેમા મંત્રીની દરમ્યાનગીરીથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન મુજબ પાંચ પૈકીની ત્રણ માંગણીઓ સંતોષવામાં આવી છે જેથી કરીને મોરબી જીલ્લાના ૨૪૫ તલાટીઓ સહિત રાજ્યના તલાટીઓ દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાલ પુરી કરવામાં આવી છે જે માગણી સંતોષવામાં આવી છે તેમાં વર્ષ 2006 પહેલા તલાટી મંત્રી તરીકે જોડાયેલા કર્મચારીઓની નોકરી સળંગ ગણવામાં આવશે, તેમજ જોબ ચાર્ટ માટે મહેસુલ, પંચાયત અને સામાન્ય વિભાગના અધિક સચિવની એક કમિટી બનાવવામાં આવી છે અને ઉચ્ચતર પગાર ધોરણ માટેની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી છે જોકે બઢતી માટે પરીક્ષા આપવી પડશે




Latest News