મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે રહેતી પરણીતાને શ્વાસ લેવામાં તકલીફ હોય બેભાન હાલતમાં જ મોત


SHARE







મોરબીના લીલાપર રોડે રહેતી પરણીતાને શ્વાસ લેવામાં તકલીફ હોય બેભાન હાલતમાં જ મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કારખાનામાં મજૂરી કામ કરતી પરણીતાને પેટમાં દુખાવો હતો અને શ્વાસ લેવામાં તકલીફ હતી દરમિયાન તે બેભાન થઈ જતા તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટમાં લઈ ગયા હતા દરમ્યાન રાજકોટ ખાતે તેને સારવાર મળે ત્યારે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં લીલાપર રોડ ઉપર આવેલ ચિત્રકૂટ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની અંદર મજૂરી કામ કરતા બીરેનભાઈ બારેલાના પત્ની સુમિત્રાબેન બારેલા (ઉંમર ૧૮) ને બેભાન હાલતમાં પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મૃતક પરણીતાના ભાઈ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, તેમની બહેનને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને પેટમાં દુખાવો હતો જેથી તે બેભાન થઈ ગઈ હતી અને બેભાન હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા તે દરમિયાનમાં તેનું મૃત્યુ નીપજ્યું છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ તાલુકાના શક્તિનગર ગામે રહેતા પરસોતમદાસ ક્રિષ્નાદાસ બાપુ નામના ૮૩ વર્ષીય વૃદ્ધ હળવદના શનિદેવ મંદિર નજીકથી બાઈક લઈને જતા હતા ત્યારે તેઓ રસ્તામાં અકસ્માતે બાઈકમાંથી નિચે પડી જતા તેઓને ઇજાઓ થતા અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા વૈશાલીબેન દયારામભાઈ કણજારિયા નામની વીસ વર્ષીય યુવતીને પંચાસર ચોકડી પાસે બાઈક અથડામણના બનેલ બનાવમાં ઈજાઓ થવાથી સારવાર માટે ખસેડવામાં આવી હતી પોલીસે બંને બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News