વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ૩૨.૭૦ લાખનો દારૂ મંગાવનાર બુટલેગરની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ


SHARE









મોરબીમાં ૩૨.૭૦ લાખનો દારૂ મંગાવનાર બુટલેગરની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ

મોરબીના શનાળા ગામથી રાજપર જવાના રસ્તા ઉપર આવેલા કારખાનામાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ૬૨૨ પેટીથી વધુ દારૂ અને ટ્રક સહિત કુલ ૪૨ લાખથી વધુનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો જે ગુનામાં મોરબીમાં લાખો રૂપિયાની કિંમતનો દારૂ મંગાવનારા મુખ્ય આરોપીને એલસીબીની ટીમે ઝડપી લીધેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબીના શનાળા ગામથી રાજપર જતાં રસ્તા ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા દારૂની રેડ કરવામાં આવી હતી. અને રામદેવપીરના મંદિર પાસે આવેલ આશીર્વાદ ઈમ્પેક્ષ નામના કારખાનામાં રેડ કરી હતી ત્યારે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૭૪૬૪ બોટલો મળી આવી હતી જેથી ૩૨ લાખનો દારૂ અને ટ્રક સહિત અંદાજે ૪૨ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને ટ્રકના ડ્રાઈવર ચુનારામ મોટારામ ગોડારા તથા એક મજૂરની તે સમયે સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી અને ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછમાં આશીર્વાદ ઇમ્પેક્ષના માલિક ડેનિસ કાંતિલાલ પટેલ દ્વારા માલ મંગાવવામાં આવ્યો હતો અને આ દારૂનો જથ્થો મૂળ ભીમકટા અને હાલ શનાળામાં રહેતા મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજાએ મંગાવી આપ્યો હતો તેવી માહિતી સામે આવી હતી જેથી કરીને દારૂ મંગાવનાર અને મોકલાવનાર સહિતનાની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી દરમ્યાન આ કેસની તપાસ એલસીબીના પીએસઆઈ એન.એચ. ચુડાસમા દ્વારા અગાઉ મોરબીમાં લાખો રૂપિયાની કિંમતનો દારૂ સપ્લાય કરનારા રાવતરામ ચેતનરામ કુકણા જાતે જાટ તેમજ ગોડાઉનના માલિકની ધરપકડ કરવામાં આવી હતી આમ કુલ મળીને ચાર આરોપી આ ગુનામાં પકડાયા હતા ત્યાર બાદ હાલમાં પોલીસે આરોપી મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજા (૩૦) મૂળ ભીમકટા અને હાલ શનાળા વાળાની ધરપકડ કરવામાં આવી છે અને આ આરોપીના રિમાન્ડ લેવા માટેની પોલીસે તજવીજ શરૂ કરી છે




Latest News