મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

પેટા ચૂંટણીના વચનો લોલિપોલ !: મોરબી પાલિકામાં પ્રાથમિક સુવિધા માટે હોબાળો


SHARE







પેટા ચૂંટણીના વચનો લોલિપોલ !: મોરબી પાલિકામાં પ્રાથમિક સુવિધા માટે હોબાળો

મોરબી માળીયાની પેટા ચૂંટણી વખતે મોરબીના મહેન્દ્રપરા વિસ્તારના લોકો તેનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલતો ન હોવાથી ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાના હતા ત્યારે ભાજપના આગેવાનો રાતોરાત ત્યાં દોડી ગયા હતા અને પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી જો કે, અફસોસ કે આજની તારીખે પણ ગટરની ગંદકીનો પ્રશ્ન ઉકેલાયો નથી જેથી કરીને ભાજપ શાસિત પાલિકાના મહિલા સભ્યના પતિની આગેવાનીમાં પાલિકામાં લોકોએ હોબાળો કર્યો હતો ત્યાર બાદ ચીફ ઓફિસરે બહારથી મશીનરી આવે ત્યાર પછી પ્રશ્ન ઉકેલાશે તેવું કહ્યું હતું જેથી કરીને સવાલએ ઊભો થાય છે કે, એ ગ્રેડની પાલિકા પાસે કેમ ભૂગભનું કામ સારી રીતે થઈ શકે તેવી મશીનરી કે સ્ટાફ કેમ નથી

મોરબીના મહેન્દ્રપરા મેઇન રોડ ઉપર ગટરના પાણી ભરાવવાની સમસ્યા હોવાથી અગાઉ અહીના લોકો વિધાનસભાની પેટા ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાના હતા ત્યારે આગેવાનો રાતોરાત ત્યાં ગયા હતા અને પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપીને મતદાન કરવા માટે માંડમાંડ લોકોને મનાવ્યા હતા જો કે, પેટા ચૂંટણીનાં બે વર્ષ પછી પણ પ્રશ્ન આજે પણ યથાવત છે જેથી કરીને પેટા ચૂંટણીના વચનો લોલિપોલ સમાન સાબિત થાય છે જેથી કરીને આ વોર્ડના મહિલા સભ્યના પતિની આગેવાનીમાં નગરપાલિકા કચેરીએ લોકોનું ટોળું આવ્યું હતું અને ભાજપ શાસિત પાલિકામાં ભાજપના ચૂંટાયેલા મહિલા સભ્યોના પતિ સહિતના લોકોએ પાલિકા હાય હાય ના નારા લગાવ્યા હતા

આટલું જ નહીં લોકોએ ચીફ ઓફિસર તેની ચેમ્બરમાંથી બાહર આવીને તેની વાત સાંભળે તેવી માંગ કરી હતી જો કે, અધિકારી બહાર નહીં આવતા અંતે મહિલા સભ્યના પતિ  સહિતના લોકો તેની કચેરીમાં ગયા હતા. અને મહેન્દ્રપરા વિસ્તારમાં બારેમાસ ગંદકી હોય છે તે પ્રશ્ન ઉકેલવા માટેની માંગ કરી હતી અને ગટરના પાણીમાં વરસાદી પાણી પણ મળી જવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થાય છે અને લોકો ઘર કે દુકાનમા રહી શકતા નથી ત્યારે ટેક્ષ ભરતા લોકોને કેમ સારી સુવિધા આપવામાં આવતી નથી તેવો પણ લોકોએ સવાલ કર્યો હતો અત્રે ઉલેખનીય છે કે, પાલિકાની ભૂગર્ભ સમિતિના ચેરમેન આ વિસ્તારના જ છે તો પણ લોકોને ગંદકીમાં રહેવું પડે છે ત્યારે ચીફ ઓફિસર સંદીપસિંહે પાલિકા પાસે ત્યાં કામગીરી કરી શકે તેવી મશીનરી પાલિકા પાસે નથી તેવું કહ્યું હતું અને બહારથી માણસો અને મશીનરી આવશે પછી કામ થશે તો સવાલએ ઊભો થાય છે કે, એ ગ્રેડની પાલિકામાં પાસે ભૂગર્ભની સમસ્યાને ઉકેલી શકાય તેવી મશીનરી કેમ નહીં






Latest News