વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ગુજરાત શૈક્ષિક મહાસંઘના હોદેદારો જુની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને મળ્યા


SHARE









ગુજરાત શૈક્ષિક મહાસંઘના હોદેદારો જુની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને મળ્યા

ગુજરાત રાજ્યના તમામ શિક્ષક ભાઈ બહેનો કર્મચારીઓ માટે સૌથી અગત્યનો પ્રશ્ન જુની પેન્શન યોજના ફરી ચાલુ થાય એ માટે ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક કરવામાં આવી હતી અને પેન્શનનો મુદ્દો સત્વરે ઉકેલી જાય અને સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાય એવી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ પણ સંગઠન દ્વારા આપવામાં આવેલ લેટરપેડને યોગ્ય રીતે સમજવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને રાજ્યના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ તથા કોષાધ્યક્ષ રમેશભાઈ ચૌધરીએ પણ સંપૂર્ણ વિષય સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો અને રાજ્યના મુખ્યમંત્રીએ પણ યોગ્ય નિર્ણય લેવાની ખાતરી પણ આપી હતી

હાલમાં એચટાટા, બદલી કેમ્પ, ૪૨૦૦ ગ્રેડ પે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિવિધ પ્રશ્નોનો થયેલ ઉકેલના પરીપત્રો માટે પણ રજ્યના નાણાંમંત્રી કનુભાઈ અને   શિક્ષણમંત્રી  જીતુભાઈ સાથે ચર્ચા કરીને ફાઈલ સત્વરે બહાલી આપે એ બાબતે ચર્ચા કરી હતી અને આ રજૂઆત માટે ગુજરાત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, માધ્યમિક સંવર્ગમાંથી રમેશભાઈ ચૌધરી, તરુણભાઈ વ્યાસ, સંજયભાઈ ભટ્ટ, ભરતભાઈ સેતા, હિત રક્ષક સમિતિમાંથી અમરાભાઇ પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ અને રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃ સ્થાપન સયુંકત મોરચાના સભ્ય મુકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા અને રાત્રે મોડા સુધી શિક્ષકોના પ્રશ્નો બાબતે સતત ચિંતિત રહી સત્વરે ઉકેલ લાવવા સંગઠન સતત પ્રયત્ન કરી રહ્યું છે અને મુખ્યમંત્રીના કાર્યાલયથી સત્વરે જવાબ મળશે ત્યારે બાદ રાષ્ટ્રીય સંયુક્ત મોરચો આગામી ચૂંટણી પહેલા વિવિધ પ્રકારના ઉગ્ર કાર્યક્રમ આપશે




Latest News