મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે મકાનમાંથી રોકડ, દાગીના મળીને ૨.૧૫ લાખના મુદામાલની ચોરી


SHARE









મોરબીના રવાપર રોડે મકાનમાંથી રોકડ, દાગીના મળીને ૨.૧૫ લાખના મુદામાલની ચોરી

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા વાળી શેરીમાં રહેતા યુવાનનું ઘર બંધ હતું ત્યારે તસ્કરે તેના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી રોકડા રૂપિયા, સોનાની બુટી અને મહિલાના કપડા સહિત કુલ મળીને ૨૧૫૫૦૦ રૂપિયાથી વધુનો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે મહાવીર ચશ્મા ઘર નામની દુકાન ધરાવતા અને રવાપર રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા વાળી શેરીમાં રહેતા સંજયભાઈ ભોગીલાલભાઈ વોરા જન્માષ્ટમી ઉપર રજાઓ હોવાથી બહારગામ ગયા હતા જેથી કરીને તેઓનું ઘર બંધ હતું અને રવિવારે રાત્રિના એકાદ વાગ્યે તેઓ પોતાના ઘરે પરત પહોંચ્યા ત્યારે તેઓના ઘરના દરવાજા ખુલ્લા હતા અને તાળા તૂટેલા હતા જેથી કરીને તેઓએ તાત્કાલિક ૧૦૦ નંબર ઉપર ફોન કરીને તેઓના ઘરની અંદર ચોરી થઈ હોવાની પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તેના ઘરની અંદરથી તસ્કરો રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતુ

હાલમાં ઘરધણી સંજયભાઈ વોરાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા ૧૯ ની સાંજના પાંચ વાગ્યાથી લઈને તા ૨૧ ના રાતના એક વાગ્યા સુધી તેનું ઘર બંધ હતું અને તેઓ સાતમ આઠમની રજા હોવાથી સુરેન્દ્રનગરમાં રહેતા તેઓના સસરાના ઘરે ગયા હતા ત્યારે બંધ ઘરને તસ્કરે નિશાન બનાવીને તેના ઘરના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેઓના ઘરમાં તેઓની પત્ની, માતા તેમજ સંતાનની બચતની રકમના કુલ મળીને ૧.૮૫ લાખ રૂપિયા તેમજ અંદાજે ૩૦૦૦૦ રૂપિયાની કિંમતની સોનાની બુટી, મહિલાના ૧૮ જોડી કપડા અને એક મોબાઇલ ફોન આમ કુલ મળીને ૨૧૫૫૦૦ ની કિંમતમાં મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે




Latest News