મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

લોટ, પાણીને લાકડા !: મોરબીના બાપાસીતારામ ચોકમાં નગરપાલિકાએ પાથરેલા પેવર બ્લોક નીકળી ગયા


SHARE







લોટ, પાણીને લાકડા !: મોરબીના બાપાસીતારામ ચોકમાં નગરપાલિકાએ પાથરેલા પેવર બ્લોક નીકળી ગયા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોકમાં હાલમાં નગરપાલિકા દ્વારા પેવર બ્લોક પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે જોકે, લોટ પાણીને લાકડા જેવું કામ ત્યાં કરવામાં આવતું હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે કેમ કે, છેલ્લા દિવસોથી જે પેપર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન ગઈકાલે રાત્રિ સમયે અંદાજે ત્રણથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે પેવર બ્લોકની નીચે પાથરવામાં આવેલ રેતીનું ધોવાણ થઈ ગયું હોવાથી હાલમાં પેવાર બ્લોક ઘણી જગ્યાએ ઉખડી ગયા છે, ઘણી જગ્યાએ બેસી ગયા છે અને ખાડા પડી ગયા છે આમ લોટ પાણીને લાકડા જેવી કામગીરી હાલમાં નગરપાલિકા દ્વારા બાપાસીતારામ ચોકમાં કરવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે સૂત્રો પાસેથી જાણવા મળતી વીગત પ્રમાણે સામાન્ય રીતે પેવાર બ્લોકની કામગીરી કરતા પહેલા નીચે પીસીસીનું કામ કરવું પડતું હોય છે જોકે, પીસીસી કર્યા વગર માત્ર રેતીના ઢગલા કરીને તેના ઉપર પેવર બ્લોક પાથરવામાં આવ્યા છે જેના કારણે રેતી વરસાદી પાણીમાં ધોવાઈ જવાના લીધે હાલમાં પેવર બ્લોક ઘણી જગ્યાએ ઉખડી ગયા છે આવી જ કામગીરી અન્ય વિસ્તારોમાં પણ થતી હોય તો લોકોના ટેક્સ રૂપે પાલિકામાં ભરવામાં આવેલા રૂપિયા અને સરકારમાંથી મળતી લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોય તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી






Latest News