મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે યુવાન ઉપર જીવલેણ હુમલો કરવાના બનાવમાં ચાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીના જેતપર ગામે યુવાન ઉપર જીવલેણ હુમલો કરવાના બનાવમાં ચાર આરોપીની ધરપકડ

મોરબીના જેતપર ગામે નજીકની વાતમાં યુવાન ઉપર આઠ શખ્સો દ્વારા છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી જેથી કરીને યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે

મોરબીના જેતપર ગામે રહેતા રાજેશભાઈ ભૂદરભાઈ કંડિયા જાતે પટેલ (૩૮) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અબ્દુલભાઈ નથુભાઈ કેડા, અબ્દુલભાઈનો દીકરો ભૂરો, અબ્દુલભાઈનો દીકરો ઈમ્તિયાઝ, અસલમ હનીફ, અબ્દુલભાઈનો ભત્રીજો અકીલ, અબ્દુલભાઈનો ભત્રીજો સાહિલ, તુફાન ઓસમાણ અને હુસેન ઓસમાણની સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, જેતપર ગામે પોતાની કાર લઈને ચામુંડા પાન પાસે ઉભા હતા ત્યારે અબ્દુલભાઈનો દીકરો ભૂરો ત્યાં આવ્યો હતો અને મારા ભાઈ ઉપર કેમ ગાડી નાખેલ છે તેમ કહીને ગાળો આપી હતી અને કારમાં ધોકો મારીને કાચ તોડી નાખ્યો હતો ત્યારબાદ ચાર બાઈકમાં બાકીના આરોપીઓ ત્યાં આવ્યા હતા તેઓના હાથમાં છરી ધોકા જેવા હથિયાર રાખ્યા હતા અને તેના વડે સ્વીફ્ટ કાર નંબર જીજે ૧૮ બીબી ૯૯૪૦ ના કાચમાં તોડફોડ કરીને નુકસાન કર્યું હતું

ત્યારબાદ અબ્દુલ નથુ કેડાએ તેના હાથમાં રહેલ છરી વડે રાજેશ કંડિયાને હાથે પગે છરીના ઘા ઝીકયા હતા અને તેના દીકરા ભૂરાએ તેના હાથમાં રહેલ ધોકા વડે માર માર્યો હતો તેવી જ રીતે તુફાન ઓસ્માણે પણ ધોકા વડે ફરિયાદીને માર માર્યો હતો અને અબ્દુલ નથુ કૈડાએ રાજેશ કંડિયાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલા રાજેશ ભુદરભાઈ કંડિયાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા પછી તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઠ શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે રાયોટીંગ સહિતની કલમો હેઠળ નોંધાયેલા આ ગુનામાં તાલુકા પીએસઆઇ વી.બી.પીઠીયા દ્વારા અબ્દુલ ઉર્ફે કાનો નથુ કૈડા જાતે સંધિ (૫૦), ઇમ્તીયાઝ અબ્દુલ કૈડા જાતે સંધિ (૨૪), સાહિદ હબીબ કૈડા જાતે સંધિ (૨૬) અને અકીલ હબીબ કૈડા જાતે સંધિ (૨૩) રહે.ચારેય સંધિવાસ જેતપર વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના જેતપર ગામે હિન્દુ યુવાન ઉપર વીધર્મીઓ દ્વારા છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોય તે અંગે વિવિધ હિન્દુ સંગઠનો, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર-એસપી કચેરી ખાતે ઉગ્ર રજૂઆતો કરીને આરોપીઓને કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલ બૌદ્ધનગર વિસ્તારમાં રહેતા હેમરાજ દિનેશભાઈ પરમાર નામના ૩૦ વર્ષના યુવાને પોતાની જાતે બ્લેડ વડે હાથના ભાગે તેમજ શરીરે ચેકા મારતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા બેકારી સબબ તેણે ઉપરોકત પગલું ભર્યુ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતી સબીનાબેન સોહિલભાઈ અયુબભાઈ પલેજા જાતે સંધિ નામની ૨૫ વર્ષની પરણીતાને તેના સાસુ સાથે થયેલ બોલાચાલી બાદ લાગી આવતા તેણીઓ ફિનાઈલ પી લેતા સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવી હતી.તેણીને લગ્નગાળો બે વર્ષનો છે.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News