મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી-માળીયામાં સિઝનનો ૧૩૫ ટકા વરસાદ નોંધાતા બંને તાલુકાનાં ગામોમાં લીલો દુષ્કાળ જાહેર કરવા સીએમને રજૂઆત


SHARE















મોરબી-માળીયામાં સિઝનનો ૧૩૫ ટકા વરસાદ નોંધાતા બંને તાલુકાનાં ગામોમાં લીલો દુષ્કાળ જાહેર કરવા સીએમને રજૂઆત

મોરબી અને માળીયા તાલુકાનાં ગામોમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૧૩૫ ટકા વરસાદ પડ્યો છે જેથી કરીને ખેડૂતોને ખેતીના પાકમાં નુકશાન થયું છે માટે આ ગામોમાં લીલો દુષ્કાળ જાહેર  કરીને ખેડૂતોને એનડીઆરએફ અથવા એસડિઆરએફની જોગવાઈ મુજબ ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરીને કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે ખુબ જ વરસાદ એટલે કે સીઝનનો અત્યાર સુધીમાં આશરે ૧૩૫% વરસાદ થયેલ છે ત્યારે સરકાર દ્વારા જે પહેલા સરકારી વિમા કંપનીઓ કાર્યરત હતી ત્યારે ખેડૂતો પોતાના ધિરાણની સાથે વિમા પ્રીમીયમ ભરતા હતા. અને આવા વધુ વરસાદ કે ઓછો વરસાદના કેસમાં તેઓને વિમો મળતો હતો. જેના થકી તેઓને થોડી આર્થીક રાહત મળતી હતી.

૨૦૧૪ પછી સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિમા ફસલ યોજના જાહેર કરવામાં આવેલ છે જેમાં પ્રાઇવેટ વિમા કંપનીઓએ પ્રીમીયમ લીધા, ખુબજ કમાણી કરી અને ખેડૂતોને કઈ પણ ન મળ્યું ! અંતે સરકાર દ્વારા ગુજરાતમાં આ યોજના બંધ કરવામાં આવી છે ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી સહાય યોજનાના નામે છેતરામણી યોજના જાહેર કરવામાં આવી છે આ યોજના જ એવી છે કે તેમાં ખેડૂતોને લાભ મળે જ નહિ. આજ દિવસ સુધી યોજનાના ધારા-ધોરણ મુજબના બનાવો બનવા છતાં કોઈ જાતની સહાય ચુકવવામાં આવેલ નથી.

ખેડૂતો માટે તો દરેક વિસ્તારમાં અલગ અલગ પ્રકારે નુકશાન થતું હોય છે. જુદા જુદા વિસ્તારની જમીનના પ્રકાર, ગુણવત્તા, લાક્ષણિકતા અલગ અલગ હોય છે. તે મુજબ અમારા મોરબી જીલ્લાના ગામોની જમીનમાં ભૂગર્ભ જળ તો છે પરંતુ દરિયો નજીક હોવાથી ખુબ જ ક્ષારયુક્ત પાણી હોય છે. જેનાથી સિંચાઈ થઇ શકે જ નહિ. બીજું કે જો થોડો પણ વધારે વરસાદ થાય તો જમીન પાણીને સંગ્રહી શકે નહી. ખેતરોમાં પાણી ભરેલા જ રહે અથવા તો ખેતરમાં ન જઈ શકાય તેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે અને પાકનું નુકશાન જાય છે આટલું જ નહીં લીલો દુષ્કાળ પડતાં ખેડૂતો જેરાન થઈ જાય છે

આ વર્ષે મોરબી અને માળીયા તાલુકાનાં હરીપર, કાજરડા, ચીખલી, વેણાસર, મંદરકી, જુના ઘાંટીલા, કુંભારીયા, ખીરઈ, ફતેપર, હાંજીયાસર, જાજાસર, વિરવદરકા, સુલતાનપુર, ખાખરેચી, વેજલપર, રોહીશાળા, માણાબા, વાધરવા, ભાવપર, બગસરા, મોટીબરાર, જસાપર, નવાગામ, વવાણીયા, લક્ષ્મીવાસ, ચમનપર, મોટાભેલા, તરઘરી, મોટાદહીંસરા, નાના દહીંસરા, ખીરસરા, બોળકી, ન્યુનવલખી, કુંતાસી, નાનાદહીંસરા, ચાચાવદરડા, મહેન્દ્રગઢ, સોખડા, બહાદુરગઢ, નવાનાગડાવાસ, પીલુડી, જીવાપર(ચ.), કેસવનગર,  અમરનગર, બેલા(રં.), રંગપર, શનાળા(તળાવીયા), ટીંબડી, જેપુર, બરવાળા, ખેવારીયા, ખાખરાળા, લુટાવદર, પીપળીયા, મોડપર, વિરપરડા, હજ્નાળી, કેરાળી, ફાટસર, જીવાપર(આ.), ધૂળકોટ, આમરણ, ફડસર, રાજપર(કું.), માવનું,ગામ , બેલા(શા), ગોરખીજડિયા, વનાળીયા, નારણકા, માનસર વગેરે તેમજ અન્ય  ગામોમાં ખેડૂતોએ વાવેલ પાકો નિષ્ફળ જવા પામેલ છે. અને ખેડૂતો બીજું વાવેતર કરી શકે તેવી સ્થિતિ પણ નથી.

જેથી કરીને આ ગામોના ખેડૂતોને ખેતરનું સર્વે કરાવીને તેઓને તાત્કાલિક સહાય આપવા યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે અને જો તંત્ર કામ નહીં કરે તો દરેક ગામોનો પ્રવાસ કરીને નુકશાન થયેલ ખેડૂતોની વિગતો એકત્ર કરીને તે માહિતી સરકારને મોકલાવવામાં આવશે જેથી કરીને નુકશાની થયેલ ખેડૂતોનું લીસ્ટ બનાવીને તેને સહાય આપવામાં આવે તે જરૂરી છે અને જો આવું નહિ કરવામાં આવે તો ના છુટકે બધા ગામના ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News