મોરબીના રવાપર રોડે યુવાન ઘરે ઓલઆઉટનું લિક્વિડ પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાયો
બિલ્કીસબાનુ ગેંગરેપના આરોપીઓને છોડવાના નિર્ણયનો વિરોધ: મોરબી જિલ્લામાંથી રાષ્ટ્રપતિ-રાજ્યપાલને રજૂઆત
SHARE
બિલ્કીસબાનુ ગેંગરેપના આરોપીઓને છોડવાના નિર્ણયનો વિરોધ: મોરબી જિલ્લામાંથી રાષ્ટ્રપતિ-રાજ્યપાલને રજૂઆત
૨૦૦૨ ના કોમી તોફાનો સમયે બિલ્કીસબાનુ પર થયેલ ગેંગરેપ અને તેના પરીવારના ૭ સભ્યોની હત્યાના ૧૧ અપરાધીઓને માફી આપીને છોડી મુકવાના નિર્ણય કરવામાં આવેલ છે તેને પરત લેવા આજે જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે અને કેન્દ્રિય ગૃહમંત્રી તેમજ ગુજરાત સરકારને આદેશ આપવા મોરબી જિલ્લા કોંગ્રેસ માઈનોરીટી વિભાગના ચેરમેનની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે
આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં લખ્યું છે કે, ૨૦૦૨ ના કોમી તોફાનો સમયે બિલ્કીસબાનુ પર થયેલ ગેંગરેપ તથા તેમના પરીવારના ૭ સભ્યોની હત્યાના ૧૧ અપરાધીઓને ગુજરાત સરકારનો માફી આપીને છોડી મુકવાનો નિર્ણય આધાતજનક છે એટલા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ માઈનોરીટી વિભાગના ચેરમેનમહમદ અમી કડીવાર સહિતના કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો દ્વારા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે કે, તાત્કાલીક આ મામલે હસ્તક્ષેપ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકારના અપરાધીઓને માફી આપવાના નિર્ણયને પાછો લેવામાં આવે તે જરૂરી છે
વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, લાચાર અને નિસાહ ગર્ભવતી મહીલા બિલ્કીસબાનુ ઉપર થયેલ સામુહીક ગેંગરેપ અને તેમના પરીવારના ૭ સભ્યોની હત્યા કરનારા અપરાધીઓને છોડી મુકવાનો આદેશ સ્વતંત્ર દિવસે કરીને ગુજરાતની ભાજપ સરકારે સ્વતંત્ર દિવસ કલંકીત કરેલ છે પરંતુ આવા નિર્મમ હત્યારાઓને મુક્ત કરવા જોઈએ નહી ગુજરાત ભાજપ સરકારે બિલ્કીસબાનુ સામુહીક બળત્કાર મામલામા ૭ અપરાધીઓને માફી આપીને અસંવેદસીલતાનુ પ્રદર્શન કરેલ છે ન્યાય મેળવવા માટે સંઘષ કરી રહેલા લોકો માટે આ નિર્ણય ખુબજ નીરાશાજનક છે આવા ગંભીર ગુન્હામાં કોર્ટ દ્વારા સજા પામેલા અપરાધીઓની સજા માફ કરવીએ અમાનવીય ક્રુત્ય છે
બિલ્કીસબાનુ સાથે જ્યારે બળત્કાર થયો ત્યારે તેના પેટમાં ૫ મહીનાનો ગર્ભ હતો તેમની ૩ વર્ષની દિકરી સહીત પરીવારના ૭ સભ્યોની તેમની આખોની સામે બેરેહેમીથી હત્યા કરવામાં આવેલ હતી આવા અપરાધીઓને સખતમા સખત સજા મળવી જોઈએ એમનાથી વિપરીત ગુજરાતની ભાજપ સરકાર આવા જઘન્ય અપરાધોના અપરાધીઓને માફ કરી દીધા છે સૌથી આધાતજનક વાત એ છે કે કટ્ટરપંથી વિચારધારા ધરાવતા લોકો આવા અપરાધીઓના મુક્તથવા પર ઉજવણી કરીને તેમનુ સન્માન કરી રહ્યા છે
રાજયમાં આ ખતરનાક પરંપરા બને તે પહેલા ગુજરાત સરકારના આ કદમને અટકાવુ જરુરી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રમોદી મહીલાઓના સન્માનની વાત કરી રહીયા છે ત્યારે બીજી બાજુ તેમના જ હોમ ટાઉન ગુજરાતની ભાજપ સરકારનો એક બેબસ અને લાચાર ગર્ભવતી મહીલાના બળત્કારીઓને માફ કરવાનો નિર્ણય ખુબ જ આચાર્યજનક છે એટલા માટે આ મામલામા હતક્ષેપ કરીને ૧૧ બળત્કારીઓને મુકત કરવાના નિર્ણય સામે કેન્દ્રીય ગૃહ મંતત્રાલય અને ગુજરાત સરકાર ફેર વિચાર કરવાની અપીલ કરીએ છીએ અને જો ગુજરાત સરકાર માફીનો નિર્ણય પરત નહીં લે તો નાગરીકોનો કાનુન પરથી વિસ્વાસ ઉઠી જશે આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ માઈનોરીટી વિભાગના ચેરમેન સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા