મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી-માળીયાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કિશોરભાઇ ચિખલિયાની સીએમને રજૂઆત


SHARE









મોરબી-માળીયાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કિશોરભાઇ ચિખલિયાની સીએમને રજૂઆત

ચાલુ વર્ષે ગુજરાતમાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ગયો છે અને કેટલાક વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ મેઘમહેર થવાથી હાલમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખે સીએમને લેખિત રજૂઆત કરીને મોરબી અને માળીયા તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરી હતી.

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ પ્રેમજીભાઇ ચિખલીયાએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, છેલ્લા એક દોઢ મહિનાથી મોરબી અને માળીયા(મી)માં નિરંતર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ  દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધી પડેલા વરસાદના લીધે બન્ને તાલુકાના ઘણાખરા ખેડૂતોને ઉભા પાકને નુકશાન થયુ છે તેમજ આગામી સમયમાં ભારે વરસાદને પગલે હજુ પણ નુકશાન થાય તેમ છે જેથી કરીને તમામ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે મોરબી અને માળીયા(મી) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે




Latest News