વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ગણેશો મહાયજ્ઞનું આયોજન


SHARE









મોરબીના પરશુરામ ધામ ખાતે ગણેશો મહાયજ્ઞનું આયોજન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા આ વખતે તા.૧-૯ થી ગણેશ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા બ્રહ્મસમાજના આગેવાને જણાવ્યુ છે કે, આગામી દિવસોમાં ગણેશોત્સવ આવી રહ્યો છે ત્યારે પરશુરામ ધામ ખાતે મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય ગણેશ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞમાં યજમાન પદે બેસવા માટે કૌશીકભાઈ વ્યાસ (૯૮૫૧૨૫૩૪),  હાર્દિકભાઈ વ્યાસ (૬૩૫૨૦૨૪૯૯૪), યજ્ઞેશભાઈ ભટ્ટ (૯૮૨૫૪૩૨૧૯૫) અને હરીશભાઈ પંડયા (૯૯૨૫૬૦૫૦૫૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે

સુવર્ણ પ્રાશન સંસ્કારનું આયોજન

સંસ્કૃતિ આર્ય ગુરુકુળમ રાજકોટ તેમજ મોરબીની કલરવ હોસ્પિટલ દ્વારા પુષ્પ નક્ષત્રના શુભ સંયોગમાં તા. ૨૫ ઓગસ્ટના રોજ કલરવ હોસ્પિટલ ખાતે મંત્રોષધિ સુવર્ણ પ્રાશન સંસ્કાર નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૬ માસથી ૧૪ વર્ષ સુધીના બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓમાં સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે આ સંસ્કારથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો, પાચનતંત્રમાં સુધારો, તેજસ્વી અને ચતુર બને છે તેમજ વિવિધ રોગોથી બચવા ઉપરાંત યાદ શક્તિમાં વધારો થાય છે જેથી ડો. જયેશ પનારાના ક્લિનિક  કલરવ હોસ્પિટલ સનાળા રોડ ખાતે સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૭ વાગ્યા સુધી સુવર્ણ પ્રાશન ટીપ પીવડાવવામાં આવશે




Latest News