મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રોજગાર વિનિમય કચેરી દ્વારા સંરક્ષણ દળોમાં જોડાવવા નિવાસી તાલીમ વર્ગનું આયોજન


SHARE









મોરબીમાં રોજગાર વિનિમય કચેરી દ્વારા સંરક્ષણ દળોમાં જોડાવવા નિવાસી તાલીમ વર્ગનું આયોજન

મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા સંરક્ષણ દળો - આર્મી, નેવી, એરફોર્સ, અર્ધ લશ્કરી દળો વગેરેની ભરતીમાં જોડાવવા માંગતા યુવાનો સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે રોજગાર વિનિમય  કચેરી  મોરબી દ્વારા એક માસ રહેવા-જમવાની ની:શુલ્ક વ્યવસ્થા અને સ્ટાઇપેંડ સાથેના નિવાસી તાલીમ વર્ગનું આયોજન સંભવિત આગામી તા. ૫/૯/૨૦૨૨ ના રોજ શ્રી યુ.એન.મહેતા કોલેજ મોરબી ખાતે કરવામાં આવનાર છે. જેમા શારીરિક ક્ષમતા કસોટી માટે અને લેખિત પરીક્ષા માટેની પુર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા વિનામુલ્યે આપવામાં આવશે.

આ તાલીમ વર્ગમાં એડમીશન મેળવવા માટે પ્રીસ્ક્રુટીની ટેસ્ટનું આયોજન તા. ૩/૯/૨૦૨૨ ના રોજ સવારના ૯.૦૦ કલાકે શ્રી યુ.એન.મહેતા કોલેજનું ગ્રાઉન્ડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. તાલીમ વર્ગમાં જોડાવા માટે લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારોએ અચુક ઉપસ્થિત રહેવા મોરબી રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

શૈક્ષણિક સંસ્થાઓએ સંપર્ક કરવો

મોરબી જિલ્લા રોજગાર કચેરી મોરબી દ્વારા સંભવિત આગામી ૫ સપ્ટેમ્બરથી ૩૦ દિવસ માટે સંરક્ષણ દળોમાં જોડાવા માટે વિદ્યાર્થીઓના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. નિવાસી તાલીમ વર્ગમં જોડાવનાર યુવાઓ માટે હોસ્ટેલ, ક્લાસરૂમ, ગ્રાઉન્ડની સુવિધા ધરાવતી શૈક્ષણિક સંસ્થાની જરૂરીયાત છે. જેથી રસ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓએ દિન-૭ (સાંત)માં જિલ્લા રોજગાર કચેરી મોરબીનો સંપર્ક કરવા મોરબી રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે

વાંકાનેરમાં ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વાંકાનેર-રાજકોટ હાઇવે, તાલુકા સેવા સદન પાસે, આઇ.ટી.આઇ. ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે ઉપસ્થિત રહેવાનુ રહેશે




Latest News