મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી ક્રિકેટ એસો.ના હેડ કોચ નિશાંત જાની દુબઈમાં ઇનેટરનેશનલ કોચિંગની તાલીમ મેળવશે 


SHARE









મોરબી ક્રિકેટ એસો.ના હેડ કોચ નિશાંત જાની દુબઈમાં ઇનેટરનેશનલ કોચિંગની તાલીમ મેળવશે 

મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસો.ના મુખ્ય કોચ તથા  સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની સિનિયર મહિલા ટીમના હેડ બેટિંગ અને ફિલ્ડિંગ કોચ નિશાંત જાનીને વધુ એક સિદ્ધિ સાંપડી છે. તાજેતરમાં તેમની ક્રિકેટ કોચિંગના સર્વોચ્ચ કક્ષા આઇસીસી લેવલ ૩ માં પસંદગી થઈ છે.  જેને પગલે આગામી નવેમ્બર માસમાં તેઓ દુબઇ ખાતે આઇસીસી લેવલ ૩ ની તાલીમ મેળવશે.  

આઇસીસી લેવલ ૩ અંગે વિગતે વાત કરીએ તો ગુજરાતમાં લેવલ ૩ ના કોચ ખુબ જ જુજ છે. જે ક્રિકેટ કોચિંગ સાયન્સ પર આધારિત છે. આ કોર્સમા બાયો-મિકેનિસ, નુરો, ઓર્થો અને મેચ દરમિયાન માથામાં થયેલી ઈજાઓમાં સારવાર કેમ  અપવી, કોઈ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય તો તેબે કોચના માર્ગદર્શન હેઠળ કઈ રીતે યોગ્ય સારવાર પ્રદાન કરવી તેનો અભ્યાસ કરવામાં આવે છે.  આ ઉપરાંત બાયો મિકેનિક્સની વાત કરીએ તો કોઈ ખેલાડીની રમતની પદ્ધતિમાં કઈ રીતે પરિવર્તન લાવવુ, શા માટે તેની રમતની પદ્ધતિને પરિવર્તિત કરવી વગેરે જેવી બાબતોનો સમાવેશ આ કોર્સમાં થાય છે. નોંધનીય છે કે આ સર્ટિફાઈડ કોર્સ પ્રાપ્ત કરનાર કોચ વિશ્વના કોઈપણ ખૂણે ક્રિકેટની ઇન્ટરનેશનલ ટીમના કોચ બનાવની લાયકાત ધરાવે છે.  

જે અંગે કોચ નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ જયદેવ શાહ, હિતેશ ગોસ્વામી જેઓ લેવલ ૩ ફેકલ્ટી છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો તે ઉપરાંત મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાનો પણ મળતો રહ્યો છે અને તેઓએ મોરબીના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે નીખરી સકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હોય જે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો નિશાંત જાનીએ ઉમેશ પટવાલ જે એમના છેલ્લા ૧૪ વર્ષથી મેન્ટરીંગ કરે છે એવા એમના ગુરુ પણ ઇન્ટરનેશનલ ટીમ સાથે જોડાયેલા છે નિશાંત જાનીએ કહ્યું હતું કે તેઓ ઉમેશ પટવાલ સાથે સતત નવી ટેકનીક્સ શીખતા રહે છે અને મેન્ટરીંગ પણ કરતા રહે છે




Latest News