મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામેથી ૪.૨૫ લાખનો માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા આદેશ


SHARE









ટંકારાના વિરપર ગામેથી ૪.૨૫ લાખનો માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા આદેશ

ટંકારા તાલુકાનાં વિરપર ગામેથી ઉધારીમાં માલ આપ્યો હતો તે રૂપિયા માલ લેનારે આપ્યા ન હતા જેથી કરીને કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે રકમ ન ચુકવનાર ટ્રેડિંગ કંપનીને ૯ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે.


ટંકારાના વીરપર ગામે આવેલ એમ્પલ એલ્યુમીનીયમના ભાગીદારો ચતુરભાઈ માવજીભાઈ કાંજીયા અને કમલેશકુમાર નરશીભાઈ અમૃતિયાએ મોરબીના પંચાસર મેઈન રોડ પર આવેલ સંતકૃપા ટ્રેડીંગ અને તેના ભાગીદાર હરજીવનભાઈ ગોવિંદભાઈ કાંજીયા સામે એલ્યુમીનીયમના વેચાણ કરેલ માલ સામે ૪,૨૫,૨૮૭ લેણી રકમ હતી જે વ્યાજ સહીત વસુલવા માટે ટંકારા સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા ટંકારા સિવિલ કોર્ટે લેણી રકમ દાવાની તારીખથી ૯ ટકા વ્યાજ સહીત ચૂકવવાનો સંતકૃપા ટ્રેડીંગ અને તેના ભાગીદાર હરજીવનભાઈ ગોવિંદભાઈ કાંજીયાને હુકમ કર્યો છે આ કેસમાં એમ્પલ એલ્યુમીનીયમ ભાગીદારી પેઢીના ભાગીદારો વતી મોરબીના વકીલ અને નોટરી ભાવેશભાઈ ફૂલતરીયા અને આર.જે. જોષી રોકાયેલા હતા




Latest News