મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાંથી દારૂ ભરેલી કાર ઝડપાઇ: આરોપીની શોધખોળ


SHARE









મોરબીના કાલિકા પ્લોટમાંથી દારૂ ભરેલી કાર ઝડપાઇ: આરોપીની શોધખોળ

મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં સાયન્ટિફિક રોડ ઉપર ઓરડી પાસે ઊભેલી કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા કાલિકા પ્લોટમાં સાયન્ટિફિક રોડ ઉપર રહેતા અલી મહમદ પલેજાની ઓરડી પાસે ઉભેલ ટેરાનો ગાડી નંબર જીજે ૫ જેઈ ૩૧૬૭ ચેક કરવામાં આવતા તે કારમાંથી ૮૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૬૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ અને ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩,૧૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગાડીના ચાલક તેમજ અલી મહમદ પલેજા રહે. કાલિકા પ્લોટ વાળાની સામે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે




Latest News