મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં સર્કિટ હાઉસ પાસે બાઈક ચાલકે એકટીવાને હડફેટે લેતા ઇજા પામેલ દંપતીને સારવારમાં ખસેડાયું


SHARE







મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસેથી ડબલ સવારીમાં એકટીવા પસાર થતું હતું ત્યારે બાઈક ચાલકે તે એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને એકટીવા ઉપર જઈ રહેલા દંપતીને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આરોપી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા વ્યક્તિના દીકરાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટના ગૌતમ નગર મેઇન રોડ ઉપર નવજીવન સ્કૂલની સામેના ભાગમાં રહેતા જયદીપભાઇ ચંદ્રકિશોરભાઈ સોલંકી (ઉંમર ૨૮)એ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીજે ૧૩ પી ૦૫૦૦ નંબરના બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પિતાના એકટીવા નંબર જીજે ૩ એચએસ ૬૭૫૦ લઇને સર્કિટ હાઉસ પાસેથ જતા હતા ત્યારે ફરીયાદીના માતા પણ તેમાં પાછળના ભાગે બેઠા હતા ત્યારે મોરબીના સર્કિટ હાઉસ પાસે બાઈક ચાલકે તેના એકટીવને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના પિતાને માથામાં બંને બાજુ હેમરાજ જેવી ગંભીર ઇજા થયેલ છે અને તેની માતાને પણ શરીરે ઇજાઓ થયેલ છે અને અકસ્માત સર્જીને બાઈક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હોય હાલમાં જયદીપભાઇ સોલંકીની ફરિયાદ લઈને પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીડ શરૂ કરી છે

પાંચ બોટલ દારૂ

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સિનેમાની પાછળની શેરીમાંથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી પાંચ બોટલ દારૂ મળી આવ્યો હોય પોલીસે ૧૮૭૫ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સોહિલભાઈ ઉર્ફે સવો સલીમભાઈ મોવર જાતે મિયાણા (ઉંમર ૨૫) રહે મહેન્દ્રપરા શેરી નં-૧૪ વાળા ની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News