મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી


SHARE







મોરબીના જાંબુડીયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલા બાઇકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાજવાડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના જાંબુડીયા ગામે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા હરેશભાઈ મંગાભાઈ પરમાર (ઉંમર ૨૮) એ પોતાનું હોન્ડા કંપનીનું ગ્રે કલરનું સાઈન મોટરસાયકલ નંબર જીજે ૧૩ બીએ ૬૩૬૮ જેની કિંમત ૯૮૦૦૦ પોતાના ઘર પાસે પાર્ક કરીને મૂક્યું હતું આ બાઈકની કોઈ અજાણ્યો શખ્સ ગત તા. ૨૩-૮ ના રાત્રિના બાર વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના સાત વાગ્યા સુધીના સમયમાં ચોરી કરી ગયેલ છે જેથી કરીને આજાણ્યા શખ્સની સામે હરેશભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે રહેતો નકુલ દલાભાઈ મકવાણા નામનો ૨૨ વર્ષનો યુવાન શહેરના સામાકાંઠે આવેલ લાલબાગની દિવાલ પાસેની નાસ્તા ગલીમાં હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલે ખસેડાયો હતો બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના ટંકારા તાલુકામાં આવેલા નાના ખીજડીયા ગામે રહેતો દેવેન્દ્ર નથુભાઈ બારૈયા નામનો ૩૩ વર્ષનો યુવાન ગામ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઇ જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જેને પગલે હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ હાથ ધરી છે.






Latest News