મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પેટ્રોલ પંપના સંચાલક સાથે કરવામાં આવેલ વિશ્વાસઘાતના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં પેટ્રોલ પંપના સંચાલક સાથે કરવામાં આવેલ વિશ્વાસઘાતના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ આવેલ છે ત્યાં કામ કરતાં કર્મચારી દ્વારા તેના ભાઈની સાથે મળીને વિશ્વાસઘાત કર્યો હતી જેની બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પહેલા એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને હાલમાં પોલીસે બીજા આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી એક ઇકો ગાડી પણ કબજે કરવામાં આવેલ છે

મોરબીમાં સર્કિટ હાઉસ પાસે આવેલ માળિયા ફાટક ચોકડી નજીક ધરતી પેટ્રોલ પંપ ધરાવતા અને જૂની પીપળી ગામે રહેતા રાજકોટ જિલ્લા પંચાયતના માજી મહિલા પ્રમુખ હંસાબેન પારઘીના દીકરા વિજયભાઈ જેઠાભાઇ પારઘીએ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના કર્મચારી ભરતગીરી લક્ષ્મણગીરી ગોસ્વામી અને તેના ભાઈ રમેશગીરી લક્ષ્મણગીરી ગોસ્વામી રહે, ગંગવા ગામ જિલ્લો બનાસકાંઠા વાળાની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી કે, ભરતગીરી થોડા દિવસો પહેલા રાત્રિ દરમિયાન પેટ્રોલ પંપેથી પેટ્રોલ ભરવાની કામગીરી  કરી રહ્યો હતો ત્યારે પેટ્રોલ વેચાણના રૂપિયા ૭૮૫૦૦  તેની પાસે આવ્યા હતા જે પેટ્રોલ પંપમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત કાયદા માટે રાખીને તે રૂપિયા તેને પોતાના ભાઈને આપી દીધા હતા અને ત્યારબાદ બંને ભાઈઓ ભાગી ગયા હતા આ ગુનામાં પોહેલા પોલીસે ભરતગિરિ ગોસ્વામીની ધરપકડ કરી હતી તેના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને જેલ હવાલે કરેલ છે અને હાલમાં આ ગુનામાં પીએસઆઇ એલ.એન. વાઢીયા દ્વારા બીજા આરોપી રમેશગીરી લક્ષ્મણગીરી ગોસ્વામી જાતે બાવાજી (૪૨) રહે. ગંગવા તાલુકો દાતા જીલ્લો બનાસકાંઠા વાળાની પણ ધરપકડ કરી છે અને તેને રિમાન્ડની માગણી સાથે કોરટમાં રજૂ કરવામાં આવતા તા. ૨૮ સુધીના તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે વધુમાં માહિતી આપતા પીએસઆઇ એલ.એન. વાઢિયા તથા સંજયભાઈ લકુમે બંને આરોપીઓ પાસેથી હાલમાં ઇકો કાર કબજે કરી છે અને જે રકમ વિશ્વાસઘાત કરીને મેળવી હતી તે રકમમાંથી અમુક પૈસા ઇકો કારનો હપ્તો ભરવામાં વાપર્યા હતા અને અમુક દેણું ચૂકવવા માટે વાપર્યા છે અને બાકીના રૂપિયા મોજશોખ પાછળ વાપરી નાખ્યા છે




Latest News