મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે કારખાનામાં ફેકટરીમાં ખુલ્લી તલવાર સાથે કોન્ટ્રાક્ટરનો આંતક


SHARE







મોરબીના પીપળી રોડે કારખાનામાં ફેકટરીમાં ખુલ્લી તલવાર સાથે કોન્ટ્રાક્ટરનો આંતક

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સ્પેન્ટાગોન કારખાનામાં કોન્ટ્રાક્ટરને હિસાબ કરી છૂટો કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને કોન્ટ્રાક્ટર કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આવ્યો હતો અને કારખાનાના માલિકને માર માર્યો હતો જેથી કરીને મોરબી સિરમાઈક એસો.ના પ્રમુખ સહિતના આગેવાનો ત્યાં દોડી ગયા હતા અને મોરબી તાલુકા પોલીસે બન્ને લુખ્ખાઓને ઝડપી લીધા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે

મોરબીના પીપળી રોડે આવેલ સ્પેન્ટાગોન સિરામિક કારખાનામાં કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાક્ટર રણબીર જાટ, રહે. પાવડીયારી વાળાને કારખાનામાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને રોષે ભરાયેલા કોન્ટ્રાકટરે કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આંતક મચાવ્યો હતો અને કારખાનના સંચાલક પિન્ટુભાઈ નરભેરામભાઈ બારૈયાને માર માર્યો હતો. જેથી કરીને ૧૫૦ જેટલા સિરામિક ઉદ્યોગકારો ત્યાં પહોચ્યા હતા અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લુખ્ખાગીરી કોઈ પણ ભોગે ચલાવી લેવાય નહીં તેવું એસપીને કહ્યું છે અને કડક પગલા ભરવા સૂચના આપી છે આ ઘટના બાદ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા અને અન્ય હોદેદારો તેમજ કારખાનેદારો તાલુકા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. અને તાલુકા પોલીસે કારખાનામાં આતંક મચાવનારા રણબીર જાટ સહિત બે શખ્સને દબોચી લીધેલ છે અને હાલમાં ભોગ બનેલા પિન્ટુભાઈ નરભેરામભાઈ બારૈયાની ફરિયાદ લેવા માટે તજવીજ ચાલુ છે 






Latest News