હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં કુહાડી, ધોકા વડે મારામારી: પાંચ જેટલા લોકોને ઇજા


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતમાં કુહાડી, ધોકા વડે મારામારી: પાંચ જેટલા લોકોને ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે સાંજના સમયે નજીવી વાતમાં મારા મરીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના ચારથી પાંચ વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને મોરબી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

મોરબીના રફાળેશ્વર ગામે ફરી એક વખત મારા મારિનો બનાવ સામે આવ્યો છે જેમાં ઉમા મોટર વાળા દશરથભાઈ મકાસણા પાસે નશાની હાલતમાં આવેલા અજય જગદીશ ચૌહાણ નામનો શખ્સ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યારે બંને પક્ષના કુલ મળીને ચારથી પાંચ લોકોને કુહાડી, ધોકા વડે માર મારતા ઇજાઓ થયેલ છે જેથી કરીને આ બનાવમાં ઇજા પામેલા લોકોને મોરબી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હોવાથી પોલીસે ફરિયાદ લેવા માટેની કાર્યવાહી શરૂ કરી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ દશરથભાઈ મકાસણાને ઇજા થયેલ છે તેમજ નિલરાજસિહ બનેસિહ જાડેજાને પગના ભાગે કુહાડી મારી છે અને અંતિમસિહ બનેસિહ જાડેજાને માથામાં કુહાડી મરેલ છે તો નવઘણભાઇ ધારાભાઇ ભરવાડને આંખના ભાગે ઇજા થયેલ છે જેથી કરીને તેને હાલમાં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર લઈ જવામાં આવેલ છે






Latest News