વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીના સમર્થનમાં સોમવારે ગામ બંધનું વેપારીઓનું એલાન


SHARE









વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીના સમર્થનમાં સોમવારે ગામ બંધનું વેપારીઓનું એલાન

વાંકાનેરમાં આરએસએસના મેદાનને ગણેશોત્સવ અને નવરાત્રિ માટે ટોકન દરે આપવાનો પાલિકામાં અગાઉ ઠરાવ કરવામાં આવેલ છે તો પણ મેદાન આપવામાં આવતું નથી જેથી કરીને ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા છેલ્લા ૬ દિવસથી માત્ર પ્રવાહી લઈને તંત્રની સામે આંદોલન કરવામાં આવી રહયું છે અને છેલ્લા દિવસોમાં જુદાજુદા સમાજ, સંગઠનો અને સાધુઓ દ્વારા જીતુભાઈને સમર્થન આપવામાં આવ્યું છે ત્યારે હવે વેપારી એસો. પણ જીતુભાઈના આંદોલનમાં જોડાયા છે અને આંદોલનના સમર્થનમા સોમવારે વાંકાનેર બંધનું એલાન કરવામાં આવ્યું છે

વાંકાનેરમાં ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા ૧૨ વર્ષથી માર્કેટચોક કા રાજા ગણપતિ ઉત્સવનું આયોજન કરી રહ્યા છે પરંતુ પાલિકામાં ઠરાવ અગાઉ કરવામાં આવેલ છે તો પણ પાલિકાના વહીવટદાર દ્વારા આ વર્ષે ગ્રાઉન્ડ આપવામાં આવ્યું નથી જેથી કરીને આ મુદ્દે જીતુભાઈ સોમાણી દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું. જેને છ દિવસ થઈ ગયા છે ત્યારે અનેક સંસ્થાઓની રજુઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા શનિવાર રાત્રે સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ, આશરે પચીસ વેપારી એસોસિએશન, સામાજિક અગ્રણીઓ સહિતનાઓની એક મિટિંગનું આયોજન જીતુભાઈ સોમાણીની ઉપવાસ છાવણી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સર્વાનુમતે સોમવારે વાંકાનેર બંધનું એલાન આપવામા આવ્યું છે અને તમામ વેપારી સંગઠનો દ્વારા બંધ પાડી સવારે ૧૦ વાગ્યે માર્કેટચોક ખાતે એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે આ મિટિંગમાં સાધુ-સંતો, આર.એસ.એસ, શિવસેના, વી.એચ.પી, ધાર્મિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, સામાજિક અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જીતુભાઈ સોમાણીના સમર્થનમાં હાજર રહ્યા હતા




Latest News