હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીથી અંબાજીની પદયાત્રાનો સંઘ મંગળવારે રવાના થશે


SHARE







મોરબીથી અંબાજીની પદયાત્રાનો સંઘ મંગળવારે રવાના થશે

મોરબીથી અંબાજી સુધીની પદયાત્રા આગામી મંગળવારે મોરબીથી રવાના થવાની છે અને ૩૪૫ કિલોમીટરની પદયાત્રા કરીને શ્રી અંબિકા પદયાત્રા સંઘના સભ્યો અંબાના દરબારમાં પહોંચશે

દરવર્ષે મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે તેવી જ રીતે આ વેશે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાદરવી પુનમની આસપાસમાં આ સંઘ અંબાજી મંદિરે પહોચે તેનું આયોજન કરાયું છે અત્રે ઉલેખનીય છે કે, ૧૯૯૯થી શ્રી અંબિકા પદયાત્રા સંઘ મોરબીથી અંબાજી આશરે ૩૪૫ કિલોમીટરની પદયાત્રા યોજી અંબાજી પહોચે છે આ વર્ષે પદયાત્રામાં ઘણા શ્રદ્ધાળુઓ જોડાશે અને આગામી મંગળવારને તા. ૩૦ ના રોજ સવારે ૧૧: ૩૦ વાગ્યે પ્રસાદ લીધા બાદ બપોરે ૧૨: ૧૫ વાગ્યે પદયાત્રા સંઘ અંબાજી જવા માટે આલાપ રોડ ઉપર આવેલ સ્કાય ટાવર પાસેથીરવાના થશે જેથી કરીને અંબિકા પદયાત્રા સંઘના સંઘપતિ સુરેશભાઈ મોહનભાઈ નાગપરા અને કૈલાશભાઈ નાગપરાએ મોરબીના લોકોને બાવના ગજની ધજા લઈને મોરબીથી શોભાયાત્રા રવાના થાય ત્યારે દર્શનનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે






Latest News