વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદ-માળીયામાં જુગારની બે રેડ: આઠ જુગારી ઝડપાયા, ત્રણ નાશી ગયા


SHARE









હળવદ-માળીયામાં જુગારની બે રેડ: આઠ જુગારી ઝડપાયા, ત્રણ નાશી ગયા

મોરબી જિલ્લાના હળવદ અને માળીયા તાલુકામાં સ્થાનિક પોલીસે જુગારની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને આઠ જુગારી ઝડપાયા હતા જો કે, ત્રણ જુગારી પોલીસને જોઈને નાશી ગયા હતા જેથી કરીને પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

હળવદ તાલુકાના ટીકર ગામથી જૂના ઘાટીલા ગામ તરફ જવાના રસ્તે તળાવના કાંઠે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપર જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી ઘનશ્યામભાઈ ચતુરભાઈ રંભાણી, હરેશભાઈ ભીખાભાઈ ઝીંઝવાડીયા, હમીરભાઇ લાભુભાઈ મહાલીયા, ઇશ્વરભાઇ રતુજીભાઈ અંબારિયા અને કમલેશભાઈ માત્રાભાઈ સોરીયાની રોકડા રૂપિયા ૧૭૫૦૦, એક મોબાઈલ ૫૦૦૦ અને ૪ બાઇક જેની કિંમત ૪૦૦૦૦ આમ કુલ મળીને પોલીસે ૬૨૭૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને પોલીસને જોઈને નાસી ગયેલા જુગારી ચંદુભાઈ માંડણભાઈ રંભાણી, નિલેશભાઈ ઘનશ્યામભાઈ કોળી અને અમર ઉર્ફે મુન્નો ચંદુભાઈ સુરેલાને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરી છે

માળિયા તાલુકાના જૂના ઘાટીલા ગામથી મંદરકી ગામ તરફ જવાના રસ્તે મંદિર નજીક જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સંતોષભાઈ રાજુભાઈ દુદાણા, હસમુખભાઈ બહાદુરભાઇ દુદાણા અને ચંદુભાઈ અમરશીભાઈ દુદાણા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૮૬૪૦ રૂપિયાની રોકડ તેમજ ત્રણ મોબાઈલ ફોન મળીને ૧૩૧૪૦ નો મુદામાલ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News