હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે કરિયાણાના વેપારી પાસેથી મળી આવેલ રેશનિગના ૧૫૮ બોરી ઘઉં-૯૦ બોરી ચોખાનો જથ્થો સીઝ


SHARE







મોરબીના બાયપાસ રોડે કરિયાણાના વેપારી પાસેથી મળી આવેલ રેશનિગના ૧૫૮ બોરી ઘઉં-૯૦ બોરી ચોખાનો જથ્થો સીઝ

મોરબી જીલ્લામાં રેશનિગનો માલ કાળા બજાર કરવામાં આવે તે કોઈ નવી વાત નથી જો કે, હાલમાં મોરબીના બાયપાસ રોડ ઉપર ખાનગી કરિયાણાની દુકાનમાં ઇન્ચાર્જ મામલતદાર દ્વારા દ્વારા રાત્રિના સમયે રેડ કરવામાં આવી હતી ત્યારે દુકાનદાર પાસેથી રેશનિગના ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવેલ છે જેથી કરીને આ મળને સીઝ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી સીટીના ઇન્ચાર્જ મામલતદાર નિખિલ મેહતા અને તેની ટિમ દ્વારા મોડી રાતે બાયપાસ રોડ ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે મહાકાળી પ્રોવિઝન નામની દુકાન ધરાવતા રમેશભાઈ કંઝારીયાના ઘરેથી ૧૫૮ બોરીમાં ૫૨૧૪ કિલો ઘઉં અને ૯૦ બોરીમાં ૩૭૮૦ કિલો ચોખાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને તે માલને સીઝ કરવામાં આવેલ છે અને બોરીઓ ઉપર એફએસપીનું લેબલ ન હતું જેથી કરીને આ દુકાનદાર પાસે માલ કયાંથી આવ્યો તે તપાસનો વિષય છે બીના આધાર ભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ વેપારી  દ્વારા મોરબીના સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીઓ પાસેથી માલ લેવા માટે તેઓનો અગાઉ સંપર્ક કરવામાં આવ્યો હતો અને પહેલા કેટલાક વેપારીઓ પાસેથી તે માલ પણ લેતો હતો જો કે, હાલમાં તેના ઘરમાંથી જે માલ પકડાયો છે તે સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારી પાસેથી આવ્યો છે કે પછી દુકાનેથી માલ લઈ ગયેલા છૂટક ગ્રાહકો પાસેથી આવ્યો છે તે તપાસનો વિષય છે






Latest News