મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ પદે સર્વાનુમતે દશરથસિંહ ઝાલા (દશુભા)ની વરણી


SHARE









મોરબીમાં રાજપુત સમાજ ભવન ખાતે આજે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા સર્વાનુમતે મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ પદે દશરથસિંહ ઉદુભા ઝાલા (દશુભા) (અદેપર) ની વરણી કરવામાં આવી છે

મોરબી રાજપુત સમાજની સાધારણ સભા મયુર સ્મૃતિ ભવન લખધીરવાસ મોરબી ખાતે રવિવારે સાંજે ૪ કલાકે રાખેલ હતી. જેમા મોરબીના રાજપૂત સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા અને મિટીંગમાં  આજદિન સુધીના હિસાબો રજુ કર્યા હતા બાદમાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમા સર્વાનુમતે મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ પદે દશરથસિંહ ઉદુભા ઝાલા (દશુભા) (અદેપર) ની વરણી કરવામાં આવી છે જેને સમાજના આગેવાનો સહિતના હોદેદારોએ આવકારીને અભિનંદન પાઠવ્યા છે સાથેસાથે આ સભામાં સમાજભવન નિર્માણ બાબત તથા નવા ટ્રસ્ટીઓની ચર્ચા કરવામાં આવી હતી તેમ સમાજના માજી પ્રમુખ રઘુવિરસિંહ ઝાલા અને માજી મહામંત્રી મહાવિરસિંહ જાડેજાએ જણાવેલ છે.

 




Latest News