હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સભા યોજાઈ


SHARE







મોરબીના માજી ધારાસભ્ય દ્વારા કોરોના દરમિયાન મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ અર્થે મોરબીમાં કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તે ગામો ગામ લોકો પાસે જઈને રૂબરૂ આમંત્રણ પાઠવી રહ્યા છે દરમિયાન મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે તેઓ ગ્રામજનોને કથાનું આમંત્રણ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે જાહેર સભા યોજાઇ હતી

કોઈપણ કુદરતી આફતમાં અસરગ્રસ્તો માટે સક્રિય યોગદાન માટે હંમેશા તત્પર, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોનાના અત્યંત કપરા સમયમાં દવાઓ અને આર્થિક યોગદાન સાથે સમગ્ર વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. અને મહાવિનાશક કોરોનામાં લોકોના સંખ્યાબંધ સગા સંબંધીઓના અવસાન થયા હતા અને કદાચ એમના અંતિમ સંસ્કાર પણ આપણી પરંપરા કે વિધિ મુજબ કરી શક્યા નથી. એવા સમયે કાંતિભાઈ અમૃતિયાએ સંકલ્પ કર્યો કે, કોરોનામાં હતભાગી થયેલા આપણા ભાઈઓ બહેનોના મોક્ષાર્થે-સ્મરણાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું છે

આ સંકલ્પના અનુસંધાનમાં ગુજરાતનું ગૌરવ, દેવભાષા સંસ્કૃતનું જતન-સંવર્ધન કરી રહ્યા છે એવા પ્રખર ભગવદાચાર્ય પરમ આદરણીય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આગામી ૧૨ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જે લોકોના પરિવારમાંથી તેમના સગા-સ્નેહીઓમાંથી કોઈ કોરોના સમયે અવસાન પામ્યા હોય તો દિવંગતના ફોટો તા. ૨૫/૮ સુધીમાં કાંતિભાઈનું કાર્યાલય, ઉમા ટાઉનશીપ, મોરબી-૨ ખાતે પહોંચતા કરવા માટે અનુરોધ કરેલ છે વધુ માહિતી માટે મો. ૯૯૭૯૬ ૧૩૪૩૩ અને ૯૮૨૫૬ ૯૨૮૪૪ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે અને મોરબી જીલ્લામાં કોરોનામાં દિવંગત થયેલ સદગતોના વધુમાં વધુ પરિવારો અને સમગ્ર ગુજરાતના લોકો આ ભાગવત સપ્તાહનો લાભ લઈ શકે તે સોશ્યલ મીડિયામાં તેને ફોરવર્ડ પણ કરવામાં આવશે






Latest News