હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે છરી વડે હુમલામાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો


SHARE







મોરબીના ભક્તિનગર સર્કલ પાસે છરી વડે હુમલામાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો

મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી પસાર થઈ રહેલા ભાવિક પુજારા નામના યુવાનના બાઈક સાથે બાઈક અથડાવીને તેને નીચે પાડી દીધો હતો અને ત્યારબાદ તેના ઉપર ત્રણ શખ્સો દ્વારા લોહાણા યુવાન ઉપર છરીના આડેધડ આઠ જેટલા ઘા ઝીંકિ દેવામાં આવ્યા હતા જેથી યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.બાદમાં ભોગ બનેલા યુવાનના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ સામે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધીને ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરેલ હતી અને સારવાર દરમ્યાન આજે યુવાનનું મોત નિપજ્યુ છે જેથી અગાઉ નોંધાયેલ ફરીયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરાશે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદન સોસાયટી શેરી નંબર ૩ માં રહેતા ભરતભાઈ લક્ષ્મીચંદભાઈ પુજારા (ઉંમર ૬૨) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇલ્યાસભાઈ ઇસ્માઇલ બ્લોચ, નવાજ બ્લોચ અને સૈજુ સબ્બીર નામના ત્રણ શખ્સો સામે તેના દીકરા ઉપર જીવલેણ હુમલો કર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતુ કે તેમના દીકરો ભાવિક પુજારા (ઉમર ૨૮) આરોપી પૈકીના ઇલ્યાસની બહેનને મોબાઇલ ઉપર ફોન કરીને વાતો કરતો હતો અને તેની બહેન પણ ભાવિકને ફોન કરતી હતી જે બાબતનો ખાર રાખીને ઇલ્યાસ, નવાજ અને સૈજુએ ભાવિક પુજારા જ્યારે શનાળા રોડ ઉપરથી બાઇક લઈને પસાર થતો હતો ત્યારે ભક્તિનગર સર્કલ પાસે તેના બાઈક સાથે બાઈક અથડાવ્યું હતું જેથી ભાવિક પુજારા રોડ ઉપર નીચે પડી જતા તેની ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ભાવિકને શરીરે આડેધડ આઠ જેટલા ઘા ઝીંકિ દેવામાં આવ્યા હતા જેથી તેને પ્રાથમિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલ છે અને હાલમાં ભોગ બનેલા યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પીઆઇ પંડયાએ ઇલિયાસ ઈસ્માઈલ મકરાણી (ઉમર ૨૩) રહે.મહેન્દ્રપરા શેરી નંબર-૧૪, મહંમદનવાજ ઉસ્માન મકરાણી (ઉમર ૨૯) રહે.જોન્સનગર શેરી નંબર-૧૨ લાતીપ્લોટ પાસે અને શહેઝાદ શબ્બીર સિપાહી (ઉમર ૨૩) રહે.કાલિકા પ્લોટ રવાપર રોડ વાળાઓની ધરપકડ કરી હતી અને ત્રણેયને કોર્ટમાં રજૂ કરીને ત્રણેયના રિમાન્ડ પણ મેળવ્યા હતા જોકે હાલમાં મળતી માહિતી મુજબ રાજકોટ ખાતે સારવાર દરમિયાન ભાવિક પુજારાનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને છરી વડે હુમલાના આ બનાવમાં હવે હત્યાની કલમનો ઉમેરો કરાશે તેવું જાણવા મળી રહ્યું છે






Latest News