હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે થયેલ મારામારીના બનાવમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ સામસામી ફરિયાદ


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે કુહાડી, ધોકા વડે થયેલ મારામારી: સામસામી ફરીયાદ નોંધાઇ

મોરબીના રફાળેશ્વર ગામે ગઇકાલે સાંજના સમયે નજીવી વાતમાં મારા મરીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના ચારથી પાંચ વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને મોરબી અને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાય છે

મોરબીના રફાળેશ્વર ગામે ગઇકાલે ઉમા મોટર વાળા દશરથભાઈ મકાસણા પાસે નશાની હાલતમાં આવેલા અજય નામનો શખ્સ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યારે બંને પક્ષના કુલ મળીને ચારથી પાંચ લોકોને કુહાડી, ધોકા વડે માર મારતા ઇજાઓ થયેલ હતી જેથી કરીને આ બનાવમાં ઇજા પામેલા લોકોને મોરબી અને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હોવાથી પોલીસે ફરિયાદ લેવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી આ બનાવમાં દશરથભાઈ મકાસણા, નિલરાજસિહ બનેસિહ જાડેજા, અંતિમસિહ બનેસિહ જાડેજા, નવઘણભાઇ ધારાભાઇ ભરવાડ અને અજય ચૌહાણને ઇજા થઇ હતી 

​​​​​​આ મારા મારીના બનાવમાં સુનિતાબેન ખીમજીભાઇ પરમાર (ઉંમર વર્ષ 32) રહે. રફાળેશ્વર કૈલાશ નળીયાના કારખાના વાળાએ અંતિમસિંહ, અંતિમસિંહનો ભાઈ ટાઇલ્સ કટીંગના કારખાના વાળા ભરવાડ અને ગેરેજવાળા પટેલની સામે છેડતી અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે તો સામા પક્ષેથી ઉમા મોટર ગેરેજવાળા દશરથભાઈ પટેલ દ્વારા અજય ચૌહાણ, અજય ચૌહાણના પત્ની અને તેની બહેનની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષેથી ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News