હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં ૨.૧૫ લાખની ઘરફોડ ચોરીના ગુનામાં એક ઝડપાયો, બેની શોધખોળ


SHARE







મોરબીમાં ૨.૧૫ લાખની ઘરફોડ ચોરીના ગુનામાં એક ઝડપાયો, બેની શોધખોળ

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા વાળી શેરીમાં રહેતા યુવાનનું ઘર બંધ હતું ત્યારે તસ્કરે તેના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી રોકડા રૂપિયાસોનાની બુટી અને મહિલાના કપડા સહિત કુલ મળીને ૨૧૫૫૦૦ રૂપિયાથી વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા વાળી શેરીમાં રહેતા સંજયભાઈ ભોગીલાલભાઈ વોરા ગત જન્માષ્ટમી ઉપર રજાઓ હોવાથી બહારગામ ગયા હતા જેથી કરીને તેઓનું ઘર બંધ હતું અને રવિવારે રાત્રિના એકાદ વાગ્યે તેઓ પોતાના ઘરે પરત પહોંચ્યા ત્યારે તેઓના ઘરના દરવાજા ખુલ્લા હતા અને તાળા તૂટેલા હતા અને ચોરી કરવામાં આવી હતી જેથી કરીને સંજયભાઈ વોરાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી કે, તા ૧૯ ની સાંજના પાંચ વાગ્યાથી લઈને તા ૨૧ ના રાતના એક વાગ્યા સુધી તેનું ઘર બંધ હતું ત્યારે બંધ ઘરને તસ્કરે નિશાન બનાવીને તેના ઘરના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેઓના ઘરમાં તેઓની પત્નીમાતા તેમજ સંતાનની બચતની રકમના કુલ મળીને ૧.૮૫ લાખ રૂપિયા તેમજ અંદાજે ૩૦૦૦૦ રૂપિયાની કિંમતની સોનાની બુટીમહિલાના ૧૮ જોડી કપડા અને એક મોબાઇલ ફોન આમ કુલ મળીને ૨૧૫૫૦૦ ની કિંમતમાં મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પ્રકાશ રાનેભાઈ ટમતા (૨૫) રહે. હાલા વિટીસી કોમ્પ્લેક્ષ મૂળ રહે નેપાળ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે રોકડા ૯૦૦૦૦ રૂપિયા કબજે કરેલ છે આ ગુનામાં તેની સાથે ઉતમ શાહી અને વસંતબેન શાહી રહે. બને નેપાળ વાળા સામેલ હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News