હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના પાડા પુલ ઉપરથી પગ લપસી જતા નીચે પડેલા વૃદ્ધનું મોત


SHARE







મોરબીના પાડા પુલ ઉપરથી પગ લપસી જતા નીચે પડેલા વૃદ્ધનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વૃંદાવન પાર્કના એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ મોરબીના પાડા પુલ ઉપર હતા ત્યારે પગ લપસી જતા પુલ ઉપરથી નીચે પડવાના કારણે તેઓને ગંભીર થઈ હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું માટે તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્કમાં એપાર્ટમેન્ટના બ્લોક નં-૭૦૧ માં રહેતા જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતેન્દ્રભાઈ બળવંતસિંહ ઠાકોર જાતે રાજપૂત (ઉંમર ૭૧) મોરબીના પાડા પુલ ઉપર રોજ ચકલીને ચણ નાખવા માટે જતા હતા અને દરમિયાન તેનો પગ લપસી જતા પુલ ઉપરથી તે નીચે પટકાયા હતા જેથી તેઓને શરીરે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક વૃદ્ધના પરિવારજનોને શોધીને પોલીસે આ બનાવવાની જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે

વાહન અકસ્માતમાં ઇજા

વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર વૃંદાવનવાટિકામાં રહેતો મુકેશ ચંદુભાઈ હાલાણી નામનો ૧૯ વર્ષનો યુવાન બાઈક લઈને જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો ત્યારે રફાળેશ્વરથી પરત વાંકાનેર જતા સમયે મકનસર ગામે આવેલ પ્રેમજીનગર નજીક તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા પગના ભાગે ઇજાઓ થવાથી મુકેશને સારવારમાં લઇ જવાયો હતો.તેમજ હળવદના ડુંગરપુર ગામે રહેતો જયંતીભાઈ રાજાભાઈ આંકરીયા નામનો ૩૦ વર્ષનો યુવાન રફાળેશ્વર ગામેથી પરત ડુંગરપુર ગામે જતો હતો ત્યારે રફાળેશ્વર અને પાનેલી વચ્ચે માતાજીના મંદિર પાસે તેનું બાઈક સ્લીપ થતાં ઇજાઓ થવાથી તેને સારવારમાં લઈ જવાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અમિત ચંદુભાઈ અગેચાણીયા નામના ૨૯ વર્ષના યુવાનને ગાંધીચોક વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માડલ ગામની સીમમાં અજીતભાઈની વાડીએ થયેલ મારામારીના બનાવમાં ત્યાં રહેતા નબાભાઈ રાયસીંગભાઈ મેડા જાતે આદિવાસી નામના ૪૫ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.






Latest News