મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માઈન્ડ પાવર ફેમ લેખક અને મોટીવેશનલ સ્પીકર ડૉ.ભાણજી સોમૈયા લિખિત પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન


SHARE







મોરબીમાં માઈન્ડ પાવર ફેમ લેખક અને મોટીવેશનલ સ્પીકર ડૉ.ભાણજી સોમૈયા લિખિત પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન

મોરબીમાં માઈન્ડ પાવર ફેમ લેખક અને મોટીવેશનલ સ્પીકર ડૉ.ભાણજી સોમૈયા લિખિત પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન આગામી તા.૩ ને શનિવારના રોજ સવારે ૯.૩૦ કલાકે શ્રી યુ એન મહેતા આર્ટ્સ કોલેજ, સેમિનાર હોલ, ભડિયાદ રોડ, મોરબી-૨ ખાતે રાખવામાં આવેલ છે.પુસ્તક વિમોચન સમારોહનું અધ્યક્ષસ્થાન સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ શોભાવશે.

પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.લખમણભાઈ એમ.કંઝારિયાના વરદ હસ્તે કરવામાં આવશે.આ પુસ્તક વિમોચન સમારોહમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા, ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ પ્રો.કે.આર.દંગી, શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.જીતેન્દ્રભાઇ ગરમોરા, શ્રી એમ.એમ.સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.હિતેશભાઇ માંડવિયા, ગુજરાતના જાણીતા શિક્ષણવિદ પ્રા.મહેન્દ્રભાઈ પરમાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી-રાજકોટના લાઈબ્રેરિયન ડૉ.મહેશભાઈ સોલંકી તથા કચ્છ જિલ્લાના પૂર્વ આસીસ્ટન્ટ ઈલેક્ટ્રીક ઈન્સ્પેક્ટર એન્જિનિયર મુકેશકુમાર જાદવજીભાઈ પરમાર પુસ્તક વિમોચનના કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.ડૉ ભાણજી સોમૈયા લિખિત આ પાવર ઓફ માઈન્ડ પુસ્તકની મુખ્ય વિશેષતા એ છે કે ગુજરાતના જાણીતા અને વરિષ્ઠ શિક્ષણવિદ મનસુખભાઈ સલ્લાએ આ પુસ્તક વિશે પ્રેરણાદાયી અને સકારાત્મક પ્રતિભાવ પ્રસ્તાવનાના રૂપે લખી આપ્યો છે.૧૭૬ પેજના પુસ્તકમાં મનની શક્તિનો ઉપયોગ કરીને જિંદગીમાં સફળતા હાંસલ કરવા માર્ગદર્શક લેખન કરવામાં આવ્યું છે.






Latest News