મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મેદાન માટે ભારે ખેંચતાણઃ છેલ્લી ઘડી સુધી તૈયાર અધિકારીએ બાજી પલ્ટી નાખતા જીતુભાઇના પ્રાંત અધિકારીની કચેરીમાં ધામા


SHARE









મોરબી જિલ્લાના વાંકાનેરમાં છેલ્લા ઘણા સમયથી ગણેશ ઉત્સવ માટે મેદાનની માંગણી સાથે જીતુભાઈ સોમાણી દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી ગણેશ ઉત્સવ માટે મંજૂરી આપવામાં આવી નથી જેથી કરીને આજે જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં માર્કેટ ચોકથી પ્રાંત અધિકારીની કચેરી સુધી રેલી યોજાઇ હતી અને ત્યારબાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. જોકે આ મેદાન માટે થઈને માંગણી કરનાર અન્ય પાર્ટીને મેદાનની ફાળવણી કરવામાં આવી હોવાથી વિવાદ થવાના એંધાણ હોય જીતુભાઈ સોમાણી સહિતના લોકો પ્રાંત અધિકારીની કચેરીમાં મેદાનની માંગણી સાથે ધામા નાખીને બેસી ગયા છે

વાંકાનેર નું રાજકારણ હાલમાં સમગ્ર મોરબી જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે કારણ કે એક મેકને પાડી દેવા માટે થઈને આ યંતંત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવો ઘાટ હાલમાં વાંકાનેર ની અંદર જોવા મળી રહ્યો છે વાંકાનેરમાં દર વર્ષે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આરએસએસના મેદાનમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને પાલિકા દ્વારા આ મેદાન ટોકન દરે ગણેશ ઉત્સવ સમિતિને આપવામાં આવતું હોય છે જોકે હાલમાં પાલિકાની બોડી સુપર સીડ થઈ હોવાથી વહીવટદાર મૂકવામાં આવેલા છે અને વહીવટદાર દ્વારા ટોકન દરે આ ગ્રાઉન્ડ આપવાના બદલે નિયમ પ્રમાણે મેદાન આપવાનું આયોજન કરેલ છે જેથી જુદી જુદી ત્રણ પાર્ટી દ્વારા મેદાનની માંગણી કરવામાં આવી હતી તે પૈકીની એક પાર્ટીએ પોતાની અરજી પર ખેંચી લીધી હતી જોકે અન્ય બે પાર્ટીની અરજી હોવાથી મેદાન કોને મળશે તેને લઈને ચર્ચાઓ થઈ રહેતી દરમિયાન જીતુભાઈ સોમાણી દ્વારા છેલ્લા દસ દિવસથી વાંકાનેરમાં ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને તેના સમર્થનમાં વેપારીઓ સંગઠનો સાધુ-સંતો સહિતના સંગઠનો પણ જોડાયા હતા અને આજે વાંકાનેર ને સ્વયંભૂ બંધ રાખીને વેપારીઓ દ્વારા માર્કેટ ચોકથી લઈને પ્રાંત અધિકારીને કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ત્યારબાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જોકે આજ સવાર સુધી આ મેદાન માટે માંગણી કરનાર મેહુલભાઈ ઠાકરાણી કે જેણે ગઈકાલે લેખિતમાં એવું આપ્યું હતું કે તેઓને આ મેદાન ઉપર કોઈ પણ પ્રકારનું આયોજન કરવું નથી તેમ છતાં પણ તેની પાસેથી મેદાન માટે થઈને ફી વસૂલ કરી લેવામાં આવી છે અને હવે જીતુભાઈને જો આ મેદાન ઉપર ગણેશ ઉત્સવ આયોજન કરવું હોય તો અડધું મેદાન તેને મળે તેવી શક્યતા છે જેથી કરીને હાલમાં વિવાદના એંધાણ દેખાતા હોવાથી જીતુભાઈ સોમાણી અને તેની સાથે આવેલા જુદા જુદા વેપારી સંગઠનના લોકોએ પ્રાંત અધિકારીની કચેરી ખાતે મેદાનની માંગણી સાથે ધામા નાખીને બેસી ગયેલ છે




Latest News