મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ ૬૭.૫ લાખની સહાય અપાઇ


SHARE













મોરબી જિલ્લામાં ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ ૬૭.૫ લાખની સહાય અપાઇ

સરકાર દ્વારા ખેડુતોની આવક બમણી કરવા અનેક યોજનાઓ હેઠળ ખેડુતોને વિવિધ સહાય આપવામાં આવી રહી છે. કિસાન કલ્યાણની વિવિધ યોજના થકી સરકાર હંમેશા ખેડુતોના પડખે જ ઉભી છે.

આવી જ એક કિસાન કલ્યાણની યોજના એટલે ખેડુત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના. આ યોજના હેઠળ ખેડુતોને તેમના પાકના સંવર્ધન માટે ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. મોરબી જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા ગત વર્ષે ૧૩૫ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ રૂ. ૬૭,૫૦,૦૦૦ ની ખેડૂતોને સહાય આપવામાં આવી છે તથા ચાલુ વર્ષે ૨૬૦ પાક સંગ્રહ સ્ટ્રકચરનો લક્ષ્યાંક રાખી ખેડુતોને સહાય આપવામાં આવી રહી છે.

આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે, રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતા કમોસમી વરસાદ, વાવાઝોડુ, અતિવૃષ્ટિ તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવતા પર માઠી અસર થાય છે તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાકનો બગાડ થાય છે. પાક ઉત્પાદન બચાવવા માટે રાજયના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ મળી રહે તે માટે સરકાર દ્વારા આ યોજના અમલી બનાવવામાં આવી છે.

જે થકી ગોડાઉન મળવાથી પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષીત રાખી શકાય છે અને ખેડૂતોને સુરક્ષીત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવતા જળવાઈ રહે અને યોગ્ય સમયે વેચાણ કરવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે અને પરિણામે ખેતી વધુ નફાકારક બને છે. આ યોજનાનો લાભ લેવા માટે રાજય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ મેળવવાનું ચાલુ હોય તે સમયગાળામાં ખેડૂતે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહે છે.

આ યોજના હેઠળ ન્યૂનતમ ૩૩૦ ચોરસ ફૂટ વિસ્તારનું સ્ટ્રકચર બનાવવાનું રહે છે. સ્ટ્રકચરના છતની મધ્ય (મોભ) ઊંચાઈ ૧૨ ફૂટ, જ્યારે ન્યૂનતમ/લઘુતમ પાયો (ફાઊન્ડેશન) જમીનથી ૨ ફૂટ ઊંડાઈથી વધુ અને જમીનથી ૨ ફૂટ ઊંચાઈએ પ્લિન્થ તૈયાર કરવાની રહે છે. આ યોજના હેઠળ નાના, સીમાંત અને મહિલા ખેડૂતને  રૂ. ૭૫,૦૦૦/- તેમજ અન્ય ખેડૂતને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.






Latest News