વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગણેશોત્સવ સમિતિને RSS નું મેદાન આપવા કોંગી ધારાસભ્ય પીરજાદાએ કલેક્ટરને કરી રજૂઆત


SHARE









વાંકાનેરમાં ગણેશોત્સવ સમિતિને RSS નું મેદાન આપવા કોંગી ધારાસભ્ય પીરજાદાએ કલેક્ટરને કરી રજૂઆત

વાંકાનેર શહેરમાં આર.એસ.એસ. શાખાનું ગ્રાઉન્ડ ગણેશોત્સવ સમિતિને મેદાન આપવામાં આવે તેના માટે વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવિદ પીરજાદા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે

વાંકાનેર શહેરમાં આર.એસ.એસ. શાખાનું ગ્રાઉન્ડ આવેલ છે ત્યાં છેલ્લા ૧૨ વર્ષથી માર્કેટચોક ગણપતિ ઉત્સવનું અને નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે સુંદર અને સુલેહભર્યા ઉત્સવો ઉજવાય છે. જેના ભાગરૂપે ગણેશોત્સવ સમિતી ધ્વારા ચાલુ વર્ષે પણ આ ગ્રાઉન્ડની માંગણી કરવામાં આવેલ હતી જો કે, પાલિકાની સામાન્ય સભાએ ગ્રાઉન્ડ ટોકન ભાડેથી માંગણીદારને આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે આ ઠરાવમાં સંમતિ ન હોવાની નોંધ મુખ્ય અધિકારીએ કરેલ નથી તેમજ તેમના ધ્વારા પ્રમાણિત નકલ પણ આપવામાં આવેલ નથી

ત્યારબાદ અન્ય આસામી દ્વારા સદરહુ ગ્રાઉન્ડની માંગણી થતા ધાર્મિક મુદ્દે વિચારભેદ ઉભો થયેલ છે ત્યારે ટોકન ભાડાથી ગ્રાઉન્ડ આપવાનો નિર્ણય કરેલ હોવાથી વહીવટી તંત્રએ ધાર્મિક ઈસ્યુ દ્વારા શહેરની શાંતી ન જોખમાય તે માટે નગરપાલિકાના સામાન્ય સભાએ કરેલ નિર્ણયમાં દખલ ન કરવી જોઈએ શહેરમાં સામાજિક વાતાવરણ ડહોળાય અને શહેરની શાંતિ જોખમાય તેમ હોઈ પાલિકાએ થયેલ ઠરાવને વળગી રહેવાનો નિર્ણય માટે સ્થાનિક વહીવટી તંત્રને તાત્કાલીક સુચના આપવા વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવિદ પીરજાદા દ્વારા કલેક્ટરને રજૂઆત કરેલ છે 




Latest News