વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ઘોર કળયુગ: મોરબીમાં નાના ભાઈને બાઇક કેમ આપ્યું કહીને પત્નીએ પતિને પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યો !


SHARE









ઘોર કળયુગ: મોરબીમાં નાના ભાઈને બાઇક કેમ આપ્યું કહીને પત્નીએ પતિને પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યો !

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભાભા એક્સપોર્ટ હાઉસ પાછળના ભાગમાં આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનને તેની પત્નીએ પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની પત્ની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભાભા એક્સપોર્ટ હાઉસની પાછળના ભાગમાં નીલકંઠ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૪૦૩-બી માં રહેતા જનકભાઈ છગનભાઈ મારવાણીયા જાતે પટેલ (૩૭) એ પોતાની પત્ની મનીષાબેન જનકભાઈ મારવાણીયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના માતા-પિતા અને ભાઈ પાસે તેની પત્ની તેને જવા દેતી ન હતી અને તેઓને તેના ઘરે આવવા દેતી ન હતી દરમિયાન ફરિયાદી જનકભાઈના નાના ભાઈ નવીનભાઈને બે દિવસ પહેલા તેઓએ બાઈક આપેલ હતું જેથી કરીને મનીષાબેને “મને પૂછ્યા વગર કેમ બાઈક આપ્યું” તેવું કહીને ગાળો આપી હતી અને ત્યારબાદ પ્લાસ્ટિકની લાકડી વડે તેને જમણા હાથમાં કોણીએ અને માથામાં માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા જનકભાઈ મારવાણીયા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની પત્ની મનિષાબેનની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News