રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદના જુના ઇસનપુરમાં શાકભાજી વાળાની લારીમાંથી શાક લેવા બાબતે બોલાચાલી બાદ પિતા-પુત્રને પાંચ શખ્સોએ માર માર્યો


SHARE









હળવદના જુના ઇસનપુરમાં શાકભાજી વાળાની લારીમાંથી શાક લેવા બાબતે બોલાચાલી બાદ પિતા-પુત્રને પાંચ શખ્સોએ માર માર્યો

હળવદના જુના ઇસનપુર ગામે શાકભાજીવાળાની લારીમાંથી શાક લેવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધ અને તેના દીકરાને પાંચેક શખ્સો દ્વારા ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્તને હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર અને ત્યાર બાદ રાજકોટ સિવિલમાં લાવ્યા છે હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે રહેતા નાગરભાઈ કલાભાઈ પરમાર (૭૦)  અને ગીરીશભાઈ નાગરભાઈ પરમાર (૪૦)ને જેરામભાઈ, મનસુખભાઈ અને અન્ય અજાણ્યા શખ્સો દ્વારા ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર અને ત્યારબાદ રાજકોટ સિવિલમાં લઈ જવામાં આવ્યા છે આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને ઇજાગ્રસ્તોની ફરિયાદ લેવા માટે થઈને તજવીજ શરૂ કરી છે વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જુના ઇસનપુર ગામે શાકભાજી વેચવા માટે આવેલ લારીવાળા પાસેથી શાક લેવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ નાગરભાઈ અને તેના દીકરા ગીરીશને જેરામભાઈ, મનસુખભાઈ સહિતના લોકોએ પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને મારામારીના બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટે થઈને હળવદ પોલીસે તજવીજ શરૂ કરી છે

બાળક સારવારમાં

મોરબીના જૂના ઘાંટીલા ગામે રહેતો આનંદ પ્રવીણભાઈ કોઠીયા નામનો ૧૪ વર્ષનો બાળક બાઇકમાં બેસીને મંદરકી ગામ જતો હતો ત્યારે રસ્તામાં તે બાઈકમાંથી પડી જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જયારે રવાપર ગામે શુકન એપાર્ટમેન્ટમાં રહેતો વિશાલ મગનભાઈ વિડજા નામનો ૩૭ વર્ષનો યુવાન ઘુનડા રોડ ઉપરથી બાઇક લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયો હતો.તેમજ સુરેન્દ્રનગરના થાન તાલુકાના વીજળીયા ગામે રહેતી કિરણબેન ઉષાભાઈ ઝાલા નામની ૧૫ વર્ષીય સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી. જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરીને વધુ તપાસ માટે થાન પોલીસને બનાવ અંગે જાણ કરાય છે.

મારામારીમાં ઇજા

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા ચિરાગ જયંતીભાઈ પરમાર (૨૭) અને રવાપર રોડ ઉપર રહેતા સીમાબેન જયેશભાઈ જોશી (૨૭) ને નવા બસ સ્ટેશન નજીક છાત્રાલય રોડ ઉપર મારામારીના બનાવવામાં ઈજાઓ થતા બંનેને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યા હતા જ્યારે મિત્ર સાથે પૈસાની લેતી દેતીમાં રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી મંદિર પાસે થયેલ બોલાચાલી બાદ ઝપાઝપી દરમિયાન ઇજાઓ થવાથી ઈસ્માઈલ ગુલમામદ ચાનિયા (૩૫) રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાને સારવારમાં ખસેડાયો હતો






Latest News