વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

તકરાર આયોગનો ચુકાદો: મોરબીના ખેડૂતે દવાનો છંટકાવ કર્યા બાદ પાકને નુકશાન થતાં કંપનીને વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ


SHARE









તકરાર આયોગનો ચુકાદો: મોરબીના ખેડૂતે દવાનો છંટકાવ કર્યા બાદ પાકને નુકશાન થતાં કંપનીને વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ

મોરબીના વનાળીયા ગામે રહેતા ઓસમાણ જીવાભાઈ સુમરાએ ઈન્ડોગલ્ફ ક્રોપસાયન્સ લી. સામે ફરિયાદ કરી હતી કે, પોતાના ખેતરમાં બી.ટી. કપાસ પાકનું વાવેતર કરેલ જેમાં કપાસ પાકમાં ફુગ નિયંત્રણ માટે ઈન્ડોગલ્ફ ક્રોપસાયન્સ લી. પાસેથી નેકટર પ્લસ નામની દવા લઈને તેનો છંટકાવ કરતા દવા થકી પાકમાં વિપરીત અસર ઉત્પન્ન થયેલ હતી જે કેસ રાજકોટ જીલ્લા તકરાર નિવારણ આયોગમાં ચાલી જતાં આયોગે ૩,૬૦,૦૦૦ તથા ૬ % લેખે ચડત વ્યાજ સાથે વળતર આપવાનો આદેશ કરેલ છે

મોરબીના વનાળીયા ગામે રહેતા ખેડૂત ઓસમાણ જીવાભાઈ સુમરાએ તેના ખેતરમાં બી.ટી.કપાસનું વાવેતર કરેલ હતું અને પાકના વાવેતરની ઉપજ મેળવવા સખત મહેનત મજુરી કરેલ હતી આ કપાસના પાકમાં ફુગ નિયંત્રણ માટે ઈન્ડોગલ્ફ ક્રોપસાયન્સ લી. ની નેકટર પ્લસ નામની દવાનો છંટકાવ કરેલ હતો આ દવા તેના પ્રમાણિત પ્રમાણમાં ૩૦ એમ.એલ. થકી કપાસના પાકમાં ફુગ નિયંત્રણ માટે છંટકાવ કરતા દવા થકી ફરિયાદીના પાકમાં વિપરીત અસર ઉત્પન્ન થયેલ હતી અને કપાસના છોડ લાંબા તથા બરડ થઈ ગયેલ અને ફાલફુલ સંકોચાઈ ગયેલ હતી અને કપાસની ડાળીઓ પણ સંકોચાઈ ગયેલ હતી જેની કંપનીને જાણ કરેલ હતી અને નુકશાની ચુકવવા જણાવેલ હતું

જો કે, કંપનીએ નુકશાની ચુકવવા સ્પષ્ટ ઈન્કારી કરેલ હતી જેથી કરીને નાયબ ખેતીવાડી નિયામક દ્વારા નુકશાનગ્રસ્ત પાક અને જગ્યાનું પંચરોજકામ કરવામાં આવેલ હતું અને તે અંગેની નોટીસ કંપનીને આપવામાં આવેલ તેમ છતાં અમલવારી ન કરતા તે અંગેની ફરિયાદ ગ્રાહક તકરાર નિવારણ આયોગ રાજકોટ સમક્ષ મોરબી ફરિયાદ નં .૯૩/૨૦૨૧ થી દાખલ કરેલ હતી અને આ કામમાં આયોગ દ્વારા કપાસના પાકને વિપરીત અસર થઈ નુકશાન થયેલ છે તે મુદાને પ્રોડકટ ડેફીસીયન્સી તરીકે ધ્યાને લીધેલ છે તેમજ નાયબ ખેતીવાડી અધિકારી તથા પ્રિન્સીપાલ પોલીટેકનિક દ્વારા જે પંચનામું કરવામાં આવેલ છે અને પાકની સ્થિતિ તથા આડઅસર સંબંધે દર્શાવવામાં આવેલ છે તેને આયોગે સ્વીકારેલ છે અને ફરિયાદવાળી દવા નેકટર પ્લસને ઉત્પાદીત ખામી, ક્ષતિ, ત્રુટિ વાળી અને નબળી ગુણવતા વાળી હોવાનું ઠરાવીને ફરિયાદીના કપાસના પાકને વિપરીત અસર થઈને ઉત્પાદન પણ ઘણું ઓછું આવ્યું છે જેથી કરીને ફરિયાદના એડવોકેટ દ્વારા થયેલ ધારદાર રજુઆત તથા કેસ સંબંધીત ઉચ્ચ અદાલતોના ચકાદાઓ વિગેરેને ધ્યાને રાખીને આ કેસને આર્થિક નુકશાનીનો કેસ ગણવામાં આવેલ છે અને કંપની સહિત દુકાનદાર અને ડીલરને સંયુકત અને વિભકત રીતે ફરિયાદીને ૩,૬૦,૦૦૦ અને અરજી દાખલ તારીખથી ૨કમ વસલ મળતા સુધી ૬ ટકા ના ચડત વ્યાજ સાથે તથા ફરિયાદ ખર્ચના ૫,૦૦૦ની રકમ બે માસમાં ચુકવવાનો હુકમ કરેલ છે આ કામમાં ફરિયાદી પક્ષે રાજકોટના યુવા વકીલ રાજેશ યુ. પાટડીયા રોકાયેલ હતા




Latest News