મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં સતત વરસાદથી કપાસ, તલ, તુવેર સહિતના પાકને મોટું નુકશાન: ખેડૂતોના હાલબેહાલ


SHARE





માળીયા (મી) તાલુકામાં સતત વરસાદથી કપાસ, તલ, તુવેર સહિતના પાકને મોટું નુકશાન: ખેડૂતોના હાલબેહાલ

મોરબી જિલ્લાના જુદાજુદા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરની અંદર વરસાદી પાણી ભરાયા હતા જેથી કરીને ખેડૂતો દ્વારા જુદાજુદા પાક લેવા માટે જે વાવેતર કરવામાં આવ્યું હતું તેના છોડ પાણીના રહેવાના લીધે ખેડૂતોનો ચોમાસુ પાક મોટેભાગે નિષ્ફળ ગયો છે જેથી કરીને સરકાર  દ્વારા ખેડૂતોને તેની નુકશાની સામે જરૂરી સર્વે તાત્કાલિક કરીને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ધીમીધારે જો કે, ૧૩૦ ટકા જેટલો વરસાદ આજ દિવસ સુધીમાં વરસી ગયો છે જેથી કરીને ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ રહ્યા હતા અને ખેડૂતોએ ચોમાસુ પાક લેવા માટે કપાસ, તલ, તુવેર સહિતના પાકનું વેવતર કર્યું હતું જે ખેતરોમાં સતત વરસાદના લીધે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહ્યા હતા અને પાણીમાં પાકના છોડ રહેવાના લીધે ખેતીમાં મોટું નુકશાન થયું છે જો કે, હજુ સુધી સરકારી અધિકારીઓએ દ્વારા ખેડૂતોને થયેલા નુકશનનો કોઈ પણ પ્રકારનો  સર્વે કરવામાં આવેલ નથી તેવું મોરબીમાં રહેતા ખેડુત આગેવાન કે.ડી. બાવરવા, મોટી બરારના ખેડૂત રાણાભાઈ જેસંગભાઈ, ચાંચાવદરડાના ખેડૂત લાલજીભાઈ પટેલ અને ફગશિયાના ખેડૂત કિશોરભાઇ બોપલિયાએ જણાવ્યુ છે  

જો માળીયા તાલુકાની વાત કરીએ તો આ તાલુકામાં સંપૂર્ણપણે તમામ પાક નિષ્ફળ ગયા હોય તેવું અત્યારે માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળી રહયું છે અને ખેતીમા મોટુ નુકશાન થયું છે છતાં પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય મળે તે માટે યોગ્ય વ્યવસ્થા હજુ સુધી સરકાર દ્વારા ઉભી કરવામાં આવી નથી અને ખેડૂતોએ પાક લેવા માટે મેહનત મજૂરી કરીને લાખો રૂપિયાનું આંધણ ખેતીમાં કર્યું હતું પરંતુ હાલમાં કોઈ ઉપજ આવે તેવી શ્ક્યતા દેખાતી નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને થયેલા નુકશાન સામે યોગ્ય વળતર આપવામાં આવે તેના ઉપર ખેડૂતો મીટ માંડીને બેઠા  છે




Latest News