મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત મોરબીના ઘૂટું ગામે પડોશીને પત્નીને માર નહીં મારવા સમજાવવા ગયેલા યુવાન અને તેની માતાને માર માર્યો !: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા મોરબી જિલ્લાના મચ્છુ 3 અને ઘોડાધ્રોઇ ડેમનો 1-1 દરવાજો ખોલ્યો: 24 કલાકમાં પાંચેય તાલુકામાં અડધાથી લઈને પોણા બે ઇંચ વરસાદ, હજુ પણ ઝરમર ચાલુ વરસાદની આગાહીના પગલે મોરબી જિલ્લામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ મોરબીમાં કારખાનામાં ભાગીદાર બનાવવાનું કહીને આધેડ સાથે 1.13 કરોડનો વિશ્વાસઘાત મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામેથી યુવાનનું અપહરણ કરીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા ચાર વ્યાજખોરોની ધરપકડ


SHARE







મોરબીના બગથળા ગામેથી યુવાનનું અપહરણ કરીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા ચાર વ્યાજખોરોની ધરપકડ

મોરબીના રવાપરમાં રહેતા અને મૂળ બગથળા ગામના યુવાનને ગાડીના રીપેરીંગ કામ માટે તેના મિત્રના ઓળખાણમાં એક ઇસમની પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તે રકમની સામે દસ લાખ ચૂકવી દીધા હતા તો પણ સામેવાળાઓ દ્વારા ૧૭ લાખ રૂપિયાની માગણી કરીને યુવાનનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો. જેથી કરીને યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લાકડા જેવુ વ્યાજ લેનારા ચારેય આરોપીઓની ધરપકડ કરી છે અને રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રવાપર ગામે આવેલા બોની પાર્કમાં રહેતા સુનિલભાઇ ધનજીભાઇ શેરસીયા જાતે પટેલ (૩૭)એ થોડા દિવસો પહેલા માલદેભાઇ આહિર, લાલાભાઇ બોરીચા, પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુત, પોપટભાઇ રહે. બધા મોરબી વાળાની સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેની ઇકો કાર ખરાબ થઈ ગયેલ હતી જેથી કરીને રિપેર કરાવવા માટે તેઓએ માલદેભાઇ આહીરની પાસેથી એક લાખ રૂપિયા ૩૦ ટકા વ્યાજે લીધેલ હતા જે રૂપિયાની સામે તેઓએ વ્યાજ સહિત દશ લાખ ચુકવી દીધેલ છે તો પણ માલદેભાઇએ સતર લાખની પઠાણી ઉઘરાણી કરી હતી અને તા ૧૬ ના રોજ માલદેભાઇ તથા લાલો બોરીચા તેમની કાળા કલરની વર્ના કારમાં બગથળા ગામે તેમના ખેતરે આવ્યા હતા અને ત્યાંથી અપહરણ કરીને ઉમિયા સર્કલે લાવ્યા હતા અને બંન્ને હાથમા તથા છાતીના ભાગે લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુતે લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને ફરીયાદીના ભાઇ અમીતભાઇને ફોન કરીને ઉમીયા સર્કલે બોલાવીને તેની પાસે સત્તર લાખની ઉઘરાણી કરી હતી અને ગાળો આપી હતી. અને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ચારેયની સામે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૬૪ (એ), ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ -૨૦૧૧ ની કલમ ૫, ૩૩(૩), ૪૦, ૪૨ તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં રમેશ ઉર્ફે માલદે બાબુભાઇ ચાવડા જાતે આહિર (૩૫) રહે. ઉમિયા સર્કલ ખોડિયાર નગર મોરબી, પ્રદ્યુમન ઉર્ફે  લાલો રામભાઇ સોઢિયાં જાતે બોરીચા (૩૬) રહે શનાળા બાયપાસ આનંદ નગર મોરબી, પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુત (૩૫) રહે. અવની ચોકડી સંકલ્પ એપાર્ટ. મોરબી, પાર્થ ઉર્ફે પોપટ પ્રવીણભાઈ પોપટ (૨૨) રહે. યદુનંદન સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે

યુવાન સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના કુંતાસી ગામે રહેતા ચંદુભાઈ બાબુભાઈ સોલંકી નામના ૪૩ વર્ષના યુવાનને તેના ઘેર મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લાતીપ્લોટ શેરી નંબર-૧૧ પાસે આવેલ જોન્સનગર વિસ્તારમાં રહેતા જાફર ગુલામહુસેન નામના ૨૦ વર્ષના યુવાનને લાતીપ્લોટ શેરી નંબર-૮ માં મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.તેમજ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતો વિષ્ણુભાઈ કુકાભાઈ ચરમારી નામનો ૨૩ વર્ષીય યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને અત્રેની મંગલમ હોસ્પિટલને સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ પથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે






Latest News