મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના યુવાનનું સામખીયારી નજીક ડૂબી જવાથી મોત


SHARE









મોરબીના યુવાનનું સામખીયારી નજીક ડૂબી જવાથી મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ત્રાજપરમાં રહેતો યુવાન માળીયા(મિં.) નજીક આવેલ કચ્છના સામખયારી નજીક માછીમારી કરવા માટે ગયો હતો અને ત્યાં તે પાણીમાં તણાઈ જઇ ડૂબી જતા યુવાનનું મોત નીપજતા તેના કોહવાઇ ગયેલા મૃતદેહને મોરબી બાદ રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડાયાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં શંકર મંદિરવાળી શેરીમાં રહેતો કિરણભાઈ વીરજીભાઈ વરાણીયા જાતે કોળી નામનો ૨૧ વર્ષનો યુવાન સામખયાળીના પુલ પાસે ડૂબી જતા તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જોકે ડેડબોડી ઉપર ઈજાના નિશાન હોય તેમજ ડેડબોડી કોહવાઈ ગયેલ હોવાથી મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.જી.વાળા દ્વારા તપાસ કરવામાં આવી રહી હોય તેવો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ મૃતક કિરણભાઈ વરાણીયા માછીમારી કરવા માટે સામખયારી પુલ નજીક ગયો હતો અને ત્યાં પાણીમાં તણાઈને ડૂબી જવાથી તેમનું મોત નીપજયુ હતુ.

વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટું ગામે રહેતો અમિત ઈશ્વરભાઈ ગોસાઈ નામનો ૧૭ વર્ષીય યુવક બાઈક લઈને જતો હતો ત્યારે હળવદ હાઇવે ઉપર તેના બાઇકને બસ ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્ત થયેલા અમિતભાઈને મોરબી ખાતેની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો અને બાદમાં તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો છે બનાવને પગલે હાલમાં જે.એમ.જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા જયેશ કાંતિભાઈ બામણીયા નામના ત્રીસ વર્ષીય યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

ફિનાઈલ પી લેતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા ગંગાબેન નારણભાઈ નાથાણી નામના ૫૫ વર્ષીય આધેડ મહિલાએ બીમારી સબબ તેઓના ઘેર ફિનાઈલ પી લેતા તેમને સિવિલે સારવારમાં ખસેડાયા હતા.હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી પાછળની માળિયા-વનાળીયા સોસાયટીમાં રહેતા દિવ્યાબેન અનિલભાઈ રાઠોડ નામની ૨૬ વર્ષીય પરણીતાને તેના પતિએ સરદાર બાગ પાસે માર મારતા તેણીને સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસે જણાવેલ છે




Latest News