મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મેલુ રાજકારણ ?: વાંકાનેર પાલિકામાં વર્ષોથી હંગામી કર્મચારી તરીકે કામ કરતાં છ કર્મચારીને અચાનક પાણીચું !


SHARE









મેલુ રાજકારણ ?: વાંકાનેર પાલિકામાં વર્ષોથી હંગામી કર્મચારી તરીકે કામ કરતાં છ કર્મચારીને અચાનક પાણીચું !

વાંકાનેર નગરપાલિકાને સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવી છે જેથી કરીને આગમી સમયમાં પાલિકાની ચૂંટણી યોજાશે તે નિશ્ચિત છે જો કે, રાજકારણીઓ એક મેકને પડી દેવા માટે ગમે તે હદ સુધી જાય તે સ્વાભાવિક છે જો કે, વાંકાનેરમાં તમે રાજકીય સ્ટેટ મૂકો છો તેવું કહીને વર્ષોથી કામ કરતાં છ હંગામી કર્મચારીઑને એકી સાથે છૂટા કરવામાં આવેલ છે જેથી કરીને વાંકાનેરમાં હાલમાં આ મુદો ચર્ચાનો વિષય બનેલ છે

મોરબી જિલ્લામાં વાંકાનેર નગરપાલિકામાં છેલ્લે યોજાયેલ સામાન્ય ચૂંટણી બાદ ત્યાં પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખ સહિતના પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી ત્યારથી જ વિવાદનું ઘર બની હતી અને છેલ્લે અડધી રાતે વાંકાનેર નગરપાલિકાને સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં આ પાલિકામાં સરકાર દ્વારા વહીવટદારને મૂકી દેવામાં આવેલ છે અને તાજેતરમાં વાંકાનેર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા દ્વારા વાંકાનેર પાલિકાના ટેક્સ, એકાઉન્ટ સહિતના જુદાજુદા વિભાગોમાં છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતાં છ હંગામી કર્મચારીઓને એકી સાથે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર છૂટા કરવામાં આવેલ છે

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર પાલિકામાં આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ કાયમી કર્મચારીઓ છે તે હક્કિત છે જેથી કરીને હંગામી કર્મચારીઓને કામે લગાડીને રોજિંદા કામ કરવામાં આવે છે તે સુહ કોઈ જાણે જ છે તેવામાં વાંકાનેરમાં ભાજપના બે જુથ્થ દ્વારા જે ખેચતાણ કરવામાં આવી રહી છે તે જગજાહેર છે અને ભાજપના એક જુથ દ્વારા કામ ન કરતાં હંગામી કર્મચારીઓને હટાવવા માટેની માંગ કરવામાં આવી હતી ત્યાર બાદ અધિકારીએ તાત્કાલિક છ હંગામી કર્મચારીઓણે છૂટા કરીને લાગુ પડતના નજીકના લોકોને હંગામી કર્મચારી તરીકે પાલિકામાં રાખ્યા છે

બિન આધાર ભૂત સૂત્રો પાસેથી મલ્ટી માહિતી મુજબ વર્તમાન  સમયમાં કાયમી દરેક કર્મચારી કોઈને કોઈ રાજકીય પાર્ટીની સાથે સીધી કે પછી આડકતરી રીતે જોડાયેલા હોય જ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે વાંકાનેર પાલિકામાંથી જે હંગામી કર્મચારીઓણે છૂટા કરવામાં આવેલ છે તેઓને તમે ફલાણી પાર્ટીની સાથે જોડાયેલા છો અને સ્ટેટ રાખો છો વિગેરે વિગેરે કહીને હાલમાં છૂટા કરવામાં આવેલ છે આમ યેનકેન પ્રકારે પાલિકામાં ભાજપના જે જૂથનું વરચરસ્વ વર્ષોથી હતું તેને પૂરું કરવા માટે બીજું જુથ સંપૂર્ણ તાકાત સાથે કામે લાગી ગયું છે ત્યારે હાલમાં પાલિકામાં હંગામી કર્મચારી તરીકે જેની ભરતી તાત્કાલિક કરવામાં આવી છે તે કોણ છે તે અંગેની તપાસ કરવામાં આવે તો હજુ નવો ફણગો ફૂટે તેમ છે તેવું ચર્ચાઇ રહ્યું છે




Latest News