મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકા દ્વારા સામુહિક રીતે ગણેશ વિસર્જનની કરશે વ્યવસ્થા


SHARE









મોરબી નગરપાલિકા દ્વારા સામુહિક રીતે ગણેશ વિસર્જનની કરશે વ્યવસ્થા

મોરબી શહેરમાં ઘરે ઘરે અને પાંડલમાં ગણેશજીનું સ્થાપન કરીને લોકોએ આરાધના કર્યા બાદ હવે દાદાની વિદાયની ઘડી આવી છે. ત્યારે અનઇચ્છનીય બનાવ ન બને તે માટે દર વર્ષની જેમાં પાલિકા દ્વારા સામૂહિક ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે અને જુદીજુદી ચાર જગ્યાએ લોકો પાસેથી મૂર્તિઓ લેવામાં આવશે અને તેનું સલામત રીતે વિસર્જન કરવામાં આવશે


મોરબીમાં શેરી-ગલીમાં અને પંડાલોમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને લોકો આરતી, પૂજા, અર્ચન કરી રહયા છે અને હવે ગણપતિ દાદાને ભારે હૈયે લોકો વિદાય આપવાના છે ત્યારે ગણેશ વિસર્જન વખતે ડૂબી જવાથી કોઈના મોત જેવીઓ અનીચ્છનીય ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા તા ૯ ના રોજ ગણેશજીની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને શનાળા રોડે સ્કાય મોલ પાસે, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઇસ્કુલ ખાતે લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ લેવામાં આવશે અને ત્યાર બાદ ગણેશજીની મૂર્તિઓને જૂની આર.ટી.ઓ. કચેરી પાછળ મચ્છુ-૩ ડેમ પાસે સામૂહિક રીતે વિસર્જન કરવામાં આવશે તેના માટે પાલિકા દ્વારા એક બોટ, ૧૦ તરવૈયા, ૫૦ થી વધુ કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ રાખવામા આવશે 




Latest News