વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝની કથા સંદર્ભે કાંતિભાઈ અમૃતિયાની પત્રકાર પરિષદ યોજાઇ


SHARE









મોરબીમાં યોજાનાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝની કથા સંદર્ભે કાંતિભાઈ અમૃતિયાની પત્રકાર પરિષદ યોજાઇ

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પરિવાર દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના તમામ સમાજ દ્વારા કથામાં સહયોગ આપવામાં આવી રહ્યો છે ત્યારે કથાના આયોજન સંદર્ભે મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈની પત્રકાર પરિષદ યોજાઇ હતી

મોરબીમાં તા ૧૨ થી ૧૮ સુધી ભાઈશ્રી રમેશભાઈ ઓઝની કથા મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પરિવાર દ્વારા યોજાવાની છે ત્યારે તા. ૧૧ ને રવિવારે બપોરે ૩ વાગ્યે મોરબીમાં પોથીયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ ઉમિયા માતાજી મંદિરથી પ્રસ્થાન થઈ સર્કિટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, વાઘજી ઠાકોર પ્રતિમા, વીસી ફાટક, શક્તિ ચોક, નગર દરવાજા ચોક, શાક માર્કેટ ચોક, વસંત પ્લોટ પાંચ રસ્તા, રામચોક, જયદીપ કંપની ચોક, સુપર માર્કેટ ચોક, સરદાર પટેલ પ્રતિમા, બાપાસીતારામ ચોક-રવાપર રોડ, સ્વાગત હોલ-રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, ભક્તિનગર સર્કલ, શક્તિ માતાજી મંદિર-સનાળાથી થઈ પટેલ સમાજ વાડી ખાતે સંપન્ન થશે. ત્યારે રસ્તામાં જુદીજુદી જ્ઞાતિ સમાજના આગેવાનો સહિતના લોકો વેપારી  સંગઠનો, જુદાજુદા એસો. દ્વારા પોથીયાત્રાનું સ્વાગત કરવામાં આવશે

આ કથાના આયોજન સંદર્ભે મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કથા સ્થળે જ પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, કોરોનાના અત્યંત કપરા સમયમાં ઘણા પરિવારના સ્વજનોના અવસાન થયેલ છે અને તેઓની પાછળ જે તે સમયે તેમના સગા સંબંધીઓ કોઈ ધાર્મિક વિધિ કરી શક્યા ન હતા જેથી કરીને કોરોનામાં હતભાગી થયેલા લોકોના મોક્ષાર્થે અને સ્મરણાર્થે આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું છે અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝ દ્વારા લોકોને કથાનું રસપાન કરાવવામાં આવશે અને જો કથા દિવંગતોની આત્માને મોક્ષ આપતી હોય તો તેના શ્રાવણથી લોકોને ખૂબ જ ફાયદો થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી જેથી કરીને મોરબી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનો વધુને વધુ લોકોને લાભ લેવા માટે કાંતિભાઈએ આહ્વાન કર્યું છે




Latest News